નેશનલ

વર્ષ 2047 સુધીમાં ભારતની 9 ટકા વીજળી પરમાણુ સ્ત્રોતોમાંથી આવશે

નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર કાર્બન ઉત્સર્જનને રોકવા માટેના ઉકેલો શોધવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. દુબઈમાં યોજાયેલી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP-28)માં જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ અશ્મિભૂત ઈંધણના ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના પર ચર્ચા થઈ રહી છે. વીજળીનો કાર્બન-મુક્ત સ્ત્રોત પરમાણુ ઊર્જાનો ઉપયોગ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વધુ સ્વીકૃતિ મેળવી રહ્યો છે.

ભારત પાસે પહેલેથી જ અદ્યતન પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે. કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે, ભારત 2032 સુધીમાં કાર્બન-મુક્ત પરમાણુ ઊર્જાનું ઉત્પાદન વર્તમાન 7000 મેગાવોટથી વધારીને 22,000 મેગાવોટ કરવાની યોજના ધરાવે છે. ભારતના વિજ્ઞાન પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે ગઈ કાલે સંસદમાં જણાવ્યંત હતું કે ‘નેટ ઝીરો ટાર્ગેટને પહોંચી વળવા માટે ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં વીજ ઉત્પાદન માટે પરમાણુ ઊર્જા સૌથી આશાસ્પદ સ્વચ્છ ઊર્જા વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે.’


જ્યારે આખું વિશ્વ યુરેનિયમ પરમાણુ બળતણ તરીકે ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ભારત પ્લુટોનિયમ અને થોરિયમમાંથી લગભગ અમર્યાદિત માત્રામાં ઊર્જા મેળવવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પાસે એક સુસ્થાપિત ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટર પ્રોગ્રામ છે જે દેશને જરૂરી ‘ઊર્જા સ્વતંત્રતા’ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

કેન્દ્રીય વિજ્ઞાન પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે “વર્ષ 2047 સુધીમાં ભારતની લગભગ 9 ટકા વીજળી પરમાણુ સ્ત્રોતોમાંથી આવવાની સંભાવના છે. અણુ ઊર્જા વિભાગ વર્ષ 2030 સુધીમાં 20 ગીગાવોટ પરમાણુ ઊર્જા ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારતને અમેરિકા અને ફ્રાન્સ પછી વિશ્વમાં પરમાણુ ઊર્જાના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય સીમાચિહ્નરૂપ.”

વિશ્વ વિખ્યાત યુનેસ્કો હેરિટેજ સાઈટ મહાબલીપુરમથી થોડે દૂર નાનું શહેર કલ્પક્કમથી આ ટેકનોલોજીનું નેતૃત્વ કરી રહ્યું છે. અહીં સેંકડો ભારતીય એન્જિનિયરો ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેક્નોલોજીમાં નિપુણતા મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યાં ભારતીય વૈજ્ઞાનિકો પ્લુટોનિયમ અને થોરિયમનો બળતણ તરીકે ઉપયોગ કરવાની જટિલતાઓને સમજવા માટે કામ કરી રહ્યા છે.


એફબીટીઆરના સફળ ઓપરેશનથી મેળવેલ અનુભવ અને કુશળતા સાથે 500 મેગાવોટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) ની ડિઝાઇન હાથ ધરી હતી જે હવે સંકલિત કમિશનિંગના અદ્યતન તબક્કામાં છે. જો બધુ બરાબર રહ્યું તો ભારતનું સૌથી અદ્યતન પરમાણુ રિએક્ટર PFBR 2024માં કામગીરી શરૂ કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન