ભાજપ દેશભરમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ અભિયાન શરુ કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું કે, દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ રહી છે. તેમણે કહ્યું કે જીએસટી દરોમાં ઘટાડો નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે.
જેના પગલે ભાજપ જીએસટી સુધારાના સમર્થનમાં જીએસટી બચત ઉત્સવ અભિયાન શરુ કરશે. જેની આવતીકાલથી શરુઆત કરવામાં આવશે. 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ અભિયાનમાં સાંસદો બજારમાં પદયાત્રા કરીને લોકોને માહિતગાર કરશે.
આપણ વાંચો: પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત…
સ્થાનિક બજારોમાં પદયાત્રાનું આયોજન
ભાજપ જનસંપર્ક વધારવા માટે સ્થાનિક બજારોમાં પદયાત્રાનું આયોજન કરશે. તેમજ વેપારીઓને પણ આ ઘટાડાથી થનારા લાભથી માહિતગાર કરવામાં આવશે. જેમાં 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનાર જીએસટીમાં મુખ્યત્વે બે દર હશે. જેમાં 5 ટકા અને 18 ટકા વૈભવી અને બિન-વૈભવી વસ્તુઓ પર 40 ટકાના અલગ દરે કર લાદવામાં આવશે.
લાભ ગ્રાહકોને આપવામાં આવે
આ નવા ફેરફારો હેઠળ, તમાકુ અને સંબંધિત ઉત્પાદનો 28 ટકા વત્તા સેસ શ્રેણીમાં રહેશે. હાલમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચાર સ્લેબ હેઠળ વસૂલવામાં આવે છે. જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. જ્યારે નવા દર 22 સપ્ટેમ્બરના રોજથી અમલી થવાના છે. તેમજ સરકારે વેપારીઓને નિર્દેશ આપ્યો છે કે આ લાભ ગ્રાહકોને આપવામાં આવે.
આપણ વાંચો: પીએમ મોદીએ કર્યો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ, કહ્યું દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું
પીએમ મોદીએ મેઈડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદવા લોકોને અપીલ કરી
પીએમ મોદીએ સંબોધનના મેઈડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદવા લોકોને અપીલ કરી છે. તેમણે દેશવાસીઓને કહ્યું કે
આપણે એવી વસ્તુઓ ખરીદવી જોઈએ જે ભારતમાં બનેલી હોય. જેમાં આપણા યુવાનોની મહેનત અને પરસેવો સામેલ હોય. આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું પડશે. તેમજ ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું.
દરેક દુકાનદારે કહેવું જોઈએ કે હું સ્વદેશી વસ્તુઓ વેચું છું. તો જ ભારતનો વિકાસ થશે. તમામ રાજ્ય સરકારોને પણ વિનંતી છે કે તેઓ વિકસિત ભારત માટે સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંકલ્પને અપનાવે.