નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વર્ષ 2036ની ઓલમ્પિક અને પેરાલિમ્પિક્સ (2036 Olympics In India) ભારતમાં યોજવા માટે સતત પ્રયત્નો કરી રહી છે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના મેનીફેસ્ટોમાં પણ ભારતમાં ઓલમ્પિકના આયોજનના મુદ્દાનો સમાવેશ કર્યો હતો. એવામાં એક અહેવાલ મુજબ ભારત સરકારે અધિકારીક રીતે ઓલમ્પિકની યજમાની કરવા દાવો રજુ કર્યો છે.
અહેવાલ મુજબ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ 1 ઓક્ટોબરના રોજ ઔપચારિક રીતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના ફ્યુચર હોસ્ટ કમિશનને 2036 માં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ ગેમ્સની યજમાની કરવા માટે ભારતની ઈચ્છા દર્શાવતો પત્ર મોકલ્યો હતો.
Canada ની પોલીસમાં પણ ખાલિસ્તાની , મંદિરની બહાર પ્રદર્શનમાં સામેલ અધિકારી સસ્પેન્ડ
અહેવાલ મુજબ અધિકારીએ જણાવ્યું કે 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભારતમાં ઓલમ્પિકનું આયોજન આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ અને સમગ્ર દેશમાં યુવા સશક્તિકરણને પ્રોત્સાહન આપી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ ગેમ્સ ભારતમાં યોજવા અંગે વાત કરી ચુક્યા છે. સ્વતંત્રતા દિવસના રોજ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પેરિસ ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની વાતચીતમાં, વડા પ્રધાને 2036 ઓલમ્પિકનીતૈયારીઓ માટે તેમના ઇનપુટ્સ આપવા કહ્યું હતું.
Also read: તમે પણ બેંકને કોલ કરી રહ્યા છો? થઈ જાવ સાવધાન નહીંતર…
ગયા વર્ષે મુંબઈમાં IOCના 141મા સેશનમાં, વડા પ્રધાન મોદીએ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાનીમાં ભારતની રુચિ સ્પષ્ટ કરી હતી, અને દાવો કર્યો હતો કે 140 કરોડ ભારતીયો આ ગેમ્સનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.
2036ની ગેમ્સની યજમાનીમાં પ્રારંભિક રીતે રસ દાખવનાર 10 દેશોમાં મેક્સિકો (મેક્સિકો સિટી, ગુઆડાલજારા-મોન્ટેરી-તિજુઆના), ઇન્ડોનેશિયા (નુસાન્તારા), તુર્કી (ઇસ્તાંબુલ), ભારત (અમદાવાદ), પોલેન્ડ (વોર્સો, ક્રાકો), ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા (સિઓલ-ઇંચિયોન)નો સમાવેશ થાય છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા વિગતવાર પસંદગી પ્રક્રિયા બાદ યજમાન નક્કી કરવામાં આવશે. IOC ની ફ્યુચર હોસ્ટ કમિશન યજમાન પસંદ કરવા માટે કામ કરે છે.