
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈ અહીંયા કયા દેશની વાત થઈ રહી છે તો તમારી જાણ માટે કે અહીં ભારતના પડોશી દેશ ભૂટાનની વાત થઈ રહી છે. સોમવારે ભારતના વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્રીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારત અને ભૂટાન વચ્ચે પહેલી ક્રોસ બોર્ડર રેલ પરિયોજના હાથ ધરવામાં આવશે. ચાલો જોઈએ આ યોજનાથી બે દેશના કયા હિસ્સાને જોડશે અને એનાથી શું ફાયદો થશે-
મળી રહેલી માહિતી અનુસાર ભારત અને ભૂટાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને લઈને થયેલી ડીલ હગેછળ પશ્ચિમ બંગાળના બાનરહાટને ભૂટાનના સમત્સેથી જોડવામાં આવશે. આ સાથે બીજી લાઈન આસામના કોકરાઝારને ભૂટાનના ગેલેફૂ સાથે જોડવામાં આવશે.
વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્રી આ રેલ પરિયોજનાની જાહેરાત કરતાં આ ભૂટાનની સાથે રેલ કનેક્ટિવિટીની પરિયોજનાનો પહેલો સેટ રહેશે. આ કનેક્ટિવિટી માટે ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાન યાત્રા દરમિયાન સાઈન કરવામાં આવી હતી.
ભારત અને ભૂટાન વચ્ચે રેલવે કનેક્ટિવિટી માટે પરિયોજનાને મંજૂરી મળતાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું ભૂટાનના બે મહત્ત્વના શહેરોને જોડશે, જેમાંથી એક છે ગેલેફૂ કે જેને માઈન્ડફૂલનેસ સિટી રૂપમાં વિકસીત કરવામાં આવ્યું છે. જ્યારે બીજું શહેર છે સમત્સે જે એક ઔદ્યોગિક શહેર છે. આ બંને પરિયોજના ભારતીય રેલવેના કોકરાઝાર અને બનારહાટ નેટવર્કથી શરૂ થશે.

કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત-ભૂટાન વચ્ચે રેલવે પરિયોજના માટે અંદાજિત રોકાણ આશરે 4033 કરોડ રૂપિયા છે. આ રેલ પરિયોજનાની કુલ લંબાઈ 90 કિલોમીટર રહેશે.
વાત કરીએ આ રેલવે રૂટથી થનારા ફાયદા વિશે તો ભારત અને ભૂટાનનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે અને ભૂટાનની મોટાભાગની ફ્રી ટ્રેડ ભારતીય પોર્ટના માધ્યમથી થાય છે. ભૂટાની અર્થવ્યવસ્થાના વિકાસ અને વૈશ્વિક નેટવર્ક સુધી પહોંચવા માટે એક સારો અને અવરોધ વિનાનો રેલવે કનેક્ટિવિટી હોવી ખૂબ જ જરૂરી છે. આ કારણે જ આ આખી યોજના બનાવવામાં આવી છે.
આ પણ વાંચો…જીએસટીમાં ઘટાડાથી ટ્રેનની ટિકિટ ભાડાં પર શું અસર થશે?