નેશનલ

ભારત બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો, Bangladesh એ ભારતીય રાજદુતને સમન્સ પાઠવ્યા…

ઢાકા: ભારત અને બાંગ્લાદેશના સબંધો હજુ પણ તણાવ યથાવત છે. જેમાં બાંગ્લાદેશમાં(Bangladesh)પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણ લીધી છે. જેના પગલે બંને દેશોના સબંધમાં તણાવ પેદા થયો છે. જ્યારે હવે ભારત -બાંગ્લાદેશ સીમા પર પ્રથમવાર સંઘર્ષ જોવા મળ્યો છે. જેમાં બીએસએફ એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે સુરક્ષા કડક બનાવી છે. જેના લીધે કોઈ પણ બાંગ્લાદેશી ઘુસણખોર ભારતમાં પ્રવેશી શકતો નથી. બીએસએફ અધિકારીઓ સરહદ પર દરેક બાંગ્લાદેશી શંકાસ્પદ વ્યક્તિની કડક પૂછપરછ કરી રહ્યા છે. આનાથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકાર ગુસ્સે થઈ ગઈ છે.

આ પણ વાંચો : કોનમેન સુકેશની દેશભક્તિ અચાનક જાગી! નાણા પ્રધાનને પત્ર લખી વિદેશી આવક જાહેર કરી

ભારત-બાંગ્લાદેશ સરહદ પર પાંચ સ્થળોએ ફેન્સિંગ

તાજેતરના વિવાદમાં, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે સરહદી તણાવ અંગે ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાક્રમ બાંગ્લાદેશના આરોપના કલાકો બાદ આવ્યો છે કે ભારત દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કરીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર પાંચ સ્થળોએ ફેન્સિંગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમજ પ્રણય વર્મા બપોરે ૩ વાગ્યાની આસપાસ મંત્રાલયમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો

હાઇ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યા

બાંગ્લાદેશી ઘુસણખોરોને સરહદમાં પ્રવેશતા અટકાવવા માટે ભારતે સરહદ પર ફેન્સિંગ કરવાનું શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશ આનાથી નારાજ છે. ભારતીય હાઈ કમિશનરે ઢાકામાં બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન સાથે આ મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ સુધી મુલાકાત કરી હતી. જોકે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા ચર્ચાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે હાઇ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button