આ જયશંકરની કૂટનીતિ છે સાહેબ
મિત્રને ખાતર દુશ્મની ભુલાવી યુએનમાં કેનેડાનું સમર્થન કર્યું
વોશિંગ્ટનઃ કેનેડા સાથે ચાલી રહેલી દુશ્મનાવટને ભૂલીને, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેના દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તલવારો ખેંચાઈ છે. ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યા પછી, ભારતે પણ કડક કાર્યવાહી કરી અને 41 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાની ફરજ પાડી હતી.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાના પ્રસ્તાવનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. હા, હમાસને લઈને કેનેડા તરફથી આ પ્રસ્તાવ આવ્યો હતો. કેનેડાએ ઇઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલાની નિંદા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેના સમર્થનમાં મતદાન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે ભારતે પોતાના મિત્ર ઈઝરાયલની મદદ માટે આ પગલું ભર્યું છે. જોકે, ભારતે પણ પેલેસ્ટાઈનના નિર્માણને ખુલ્લેઆમ સમર્થન આપીને સંતુલન જાળવી રાખ્યું હતું.
આ પહેલા જોર્ડને ઈઝરાયલ અને પેલેસ્ટાઈન પર પ્રસ્તાવ મુક્યો હતો. કેનેડાએ આ પ્રસ્તાવમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે ઇઝરાયલ પર હમાસના હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે આ સુધારા પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જોકે, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં બે તૃતીયાંશ વોટ ન મળવાને કારણે કેનેડાનો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો.
કેનેડાના આ પ્રસ્તાવને 88 દેશોએ સમર્થન આપ્યું હતું પરંતુ 55 દેશોએ તેનો વિરોધ કર્યો હતો. 23 દેશો એવા પણ હતા જે તટસ્થ રહ્યા હતા. કેનેડાના આ પ્રસ્તાવનો પાકિસ્તાન અને કતાર સહિત ઘણા મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો હતો. કેનેડાને ભારત ઉપરાંત ફ્રાન્સ, જાપાન, અમેરિકા સહિતના અનેક દેશોનો ટેકો મળ્યો હતો.
આ પહેલા ભારતે પ્રથમ વખત પેલેસ્ટાઈન મુદ્દાને સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ વિરુદ્ધ વોટ આપ્યો હતો. ભારતે શુક્રવારે ઠરાવનો વિરોધ કર્યો હતો કારણ કે તેમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી ન હતી. જનરલ એસેમ્બલીએ નવી દિલ્હી દ્વારા સમર્થિત સુધારાને નકારી કાઢ્યો હતો જેમાં આતંકવાદી જૂથનું નામ (હમાસ) જણાવવામાં આવ્યું હતું.
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ અને ગાઝાના લોકોને સહાય પૂરી પાડવા માટે આહવાન કરતો ઠરાવ તરફેણમાં 120 મતો સાથે પસાર થયો, વિરોધમાં 14 મતો અને 45 દેશો ગેરહાજર રહ્યા હતા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ અને ગાઝાના લોકોને સહાય પૂરી પાડવા માટે આહવાન કરતો ઠરાવ તરફેણમાં 120 મતો સાથે પસાર થયો, વિરોધમાં 14 મતો અને 45 દેશો ગેરહાજર રહ્યા હતા..