‘ચીન તેના મૂર્ખ પ્રયાસો બંધ કરે…’
અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવા પર ડ્રેગનને ભારતનો તીખો જવાબ
અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરવાના ચીનના તાજેતરના પ્રયાસો વચ્ચે, બીજિંગે ભારતીય રાજ્યના વિવિધ સ્થળોના 30 નવા નામોની ચોથી યાદી બહાર પાડી છે. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસોને ભારત નકારી કાઢ્યા છે.
વિદેશ મંત્રાલયે મંગળવારે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસોને સખત રીતે નકારી કાઢતા કહ્યું હતું કે “મનગઢત નામો” રાખવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને રહેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ટાંકીને એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, “ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના તેના મૂર્ખ પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે.” અમે આવા પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ. બનાવટી નામ રાખવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, રહ્યો છે અને રહેશે .
વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે અત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નામ બદલવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તેમણે એમ સવાલ કર્યો હતો કે, ‘જો હું તમારા ઘરનું નામ બદલી નાંખુ, તો શું તે મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ એક ભારતીય રાજ્ય હતું, ભારતીય રાજ્ય છે અને ભવિષ્યમાં પણ રહેશે. નામ બદલવાથી ચીનને કંઈ પ્રાપ્ત થશે નહીં.