ભારત અને અમેરિકાએ ટેરિફ વિવાદ વચ્ચે 10 વર્ષ માટે કરી ડિફેન્સ ડીલ...
Top Newsનેશનલ

ભારત અને અમેરિકાએ ટેરિફ વિવાદ વચ્ચે 10 વર્ષ માટે કરી ડિફેન્સ ડીલ…

કુઆલાલંપુર : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે બંને દેશોએ 10 વર્ષ માટે ડિફેન્સ ડીલ કરવામાં આવી છે. આ ડીલ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે કુઆલાલંપુર માં કરવામાં આવી છે. આ ડીલ વર્ષ 2015માં કરવામાં આવેલી ડિફેન્સ ડીલનો વિસ્તાર છે. આ ડીલ બંને દેશોમાં સંરક્ષણ મંત્રીઓ સાઈન કરી
હતી.

સંરક્ષણ, સ્પેશ, સમુદ્રી સુરક્ષા, સાયબર અને ઔધોગિક ક્ષેત્રમાં સહયોગ

આ ડીલનો હેત બંને દેશો વચ્ચે ટેકનિકલ સહયોગ વધારવો, સૈન્ય અભ્યાસ દ્વારા હિંદ અને પ્રશાંત મહાસાગરમાં સ્થિરતા બનાવી રાખવી. તેમજ આ ડીલના માધ્યમથી ભારત અને અમેરિકાએ નકકી કર્યું છે કે આગામી દશકોમાં સંરક્ષણ, સ્પેશ, સમુદ્રી સુરક્ષા, સાયબર અને ઔધોગિક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવામાં આવશે.

ભારત અને અમેરિકા વચ્ચે નવા યુગની શરૂઆત

આ ઉપરાંત બંને દેશો વચ્ચે સેનાઓ સારો તાલમેલ બનાવશે અને ટેકનિકલ વિકાસમાં સહયોગ કરશે. આ અંગે રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે સબંધોને નવી દિશા આપવામાં આવશે. જેના દ્વારા
હિંદ અને પ્રશાંત મહાસાગરમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના લીધે કોઇ એક દેશનું વર્ચસ્વ
સ્થાપિત ના થાય. જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સમજૂતીને ભારત અને અમેરિકા વચ્ચે નવા યુગની શરૂઆત
થઇ છે.

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્વતંત્રતાને મજબૂત બનાવવા કાર્યરત

જયારે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, અમેરિકાએ એક હિંદ અને પ્રશાંત મહાસાગરને અલગ રીતે જોવે છે. જેમાં તમામ માટે સમાન તક હોય. આ દિશામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારત અને અમેરિકા બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્વતંત્રતાને મજબૂત બનાવવા માંગે છે.

અમેરિકાના સ્પષ્ટ કર્યું જે સંઘર્ષનો કોઇ ઇરાદો નહિ

આ ઉપરાંત ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ ક્ષેત્રને કોઈપણ રીતે દબાણ અથવા લશ્કરથી મુક્ત રાખવું જરૂરી છે. અમેરિકાએ કહ્યું કે તે ભારત સાથે મળીને આ ક્ષેત્રને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે દરેક શક્ય સહયોગ આપે છે. કુઆલાલંપુર માં અમેરિકાના રક્ષા મંત્રી હેગસેથને ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોંગ જૂન સાથે પણ મુલાકાત કરી અને સ્પષ્ટ કહ્યું કે અમેરિકાની કોઇપણ સંઘર્ષની ઇચ્છા નથી પરંતુ તમારા હિતોની રક્ષા માટે દરેક પગલાં લેવા જરૂરી છે.

આ પણ વાંચો…અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પત્ની ઉષાને કર્યું ધર્મ પરિવર્તન માટે દબાણ? વિવાદ વકરતા કરી આવી સ્પષ્ટતા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button