નેશનલ

G20 સમિટ માટે કેન્દ્ર એ રૂ.1310 કરોડ ફાળવ્યા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી

નવી દિલ્હી: ભારતમાં આયોજિત G20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે G20 સમિટ માટેના ખર્ચ અંગે રાજ્યસભામાં જવાબ આપતાં કહ્યું કે કેન્દ્રએ કુલ 1310 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

તેમણે રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સાકેત ગોખલેના પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. એક અખબારી અહેવાલ મુજબ, નાણા મંત્રાલય દ્વારા નાણાંકીય વર્ષ 2022-23માં ભારતની G20 પ્રેસિડેન્સી અને સમિટ માટે વિદેશ મંત્રાલય (MEA)ને ફાળવવામાં આવેલ બજેટ 320 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023-24માં રૂ.990 કરોડ હતું.

સમગ્ર ભારતમાં G20 સમિટ અને તેના સંબંધિત કાર્યક્રમોના આયોજન પર G20 સચિવાલય દ્વારા કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચ પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે બિલો હજુ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને તેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ અગાઉ પણ G20 સમિટમાં થયેલા ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું હતું કે ભારત સરકારે G20 સમિટ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ કરતાં 300 ટકા વધુ ખર્ચ કર્યો છે. સાકેત ગોખલેના જણાવ્યા અનુસાર, સરકારે આ કોન્ફરન્સ માટે રૂ. 990 કરોડને બદલે રૂ. 4100 કરોડનો ખર્ચ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?