I.N.D.I.A. ગઢબંધનની 1 જૂને યોજાનારી મિટિંગ પાછળ કોંગ્રેસની શું છે રણનીતિ? જાણો

નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સામે વિપક્ષી ગઢબંધન INDIA ગઢબંધનના નેતાઓની એક મિટિંગ 1 જૂનના રોજ યોજાવાની છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મિટિંગ બોલાવી છે. હવે સવાલ એ છે કે છેલ્લા તબક્કામાં દેશની 57 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે, તે જ દિવસે ઈન્ડિયા બ્લોકના નેતાઓનું બેઠક શા માટે બોલાવવામાં આવી રહી છે.
ઈન્ડિયા બ્લોકના નેતાઓની આ મિટિંગ યોજવા પાછળ કેટલાક કારણો માનવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વનો તો એ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ગઢબંધનના નેતાઓ વચ્ચે સર્જાયેલી ગેરસમજ અને સંબંધોમાં આવેલી ખટાશ દૂર કરવા અને ચૂંટણી પરિણામ પહેલા આ અલગ-અલગ રાજ્યોના નેતાઓને સાચવી રાખવાનો છે.
કોંગ્રેસ પાર્ટીની એક ઈમેજ બની ગઈ છે કે તે નિર્ણયો લેવામાં ખુબ જ સુસ્ત છે. ગઠબંધનના અન્ય નેતાઓ પણ સીટ શેયરિંગ મામલે સુસ્ત વલણ અપનાવ્યું તેને લઈ સવાલ ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસ આ ઈમેજ તોડવા માગે છે.
આ મિટિંગમાં ગઢબંધનમાં નવા સાથીઓની પસંદગી કરવાનો પણ હેતું છે. ચૂંટણી પરિણામો બાદ જો આ ગઠબંધનને પૂરતી સીટો ન મળે તો સરકાર બનાવવા માટે નવા સાથીઓનો પણ ગઠબંધનમાં સમાવેશ કરી શકાય તે માટે આ મિટિંગ છે.
ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટીનું જ પ્રભુત્વ છે તે દર્શાવવા માટે આ મિટિંગ યોજવામાં આવી રહી છે. હવે જ્યારે ચૂંટણી સમાપ્ત થવાની અણી પર છે ત્યારે બેઠક માટે ગઠબંધનના અન્ય પક્ષોને એકજુથ કરી ખડગે તે સંદેશ આપવા માંગે છે કે ડ્રાઈવિંગ સીટ પર કોંગ્રેસ જ રહેશે.
Also Read –