ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા એજન્સીઓએ કવાયત તેજ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા એજન્સીઓએ કવાયત તેજ કરી

નવી દિલ્હી : ભારતમાં નાણાકીય ગેરરીતીના ભાગેડુ આરોપી નીરવ મોદીને દેશના લાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં ભારતે ખાતરી આપી છે કે નીરવ મોદીની ભારતમાં કોઈ પૂછતાછ કરવાના નહી આવે. તેમજ કોઈ તપાસ એજન્સી તેમની ધરપકડ નહી કરે. ભારતે લંડનને એક પત્ર લખીને જણાવ્યું છે કે નીરવ મોદીને ભારતમાં માત્ર કેસનો સામનો કરવો પડશે.

પ્રત્યાર્પણ પ્રકિયા સાથે જોડાયેલી અરજી સ્વીકાર

તેમજ બ્રિટેનની એક અદાલતે નીરવ મોદીના પ્રત્યાર્પણ પ્રકિયા સાથે જોડાયેલી અરજી સ્વીકાર કરી લીધી છે. તેના જવાબમાં ભારતે ગેરંટી લેટર મોકલ્યો છે. તેમજ અપેક્ષા છે અદાલત આ પત્રના આધારે પ્રથમ સુનાવણીમાં નીરવ મોદીની અરજી રદ કરશે. આ પત્રમાં સીબીઆઈ, ઈડી, કસ્ટમ્સ અને આવકવેરા વિભાગે સંયુક્ત ખાતરી આપી છે.

ભારતીય અધિકારીઓએ આપી ખાતરી

આ ઉપરાંત થોડા દિવસ અગાઉ બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ ની ટીમે તિહાર જેલમાં કેદીઓની સ્થિતિ અને જેલ પરિસરની અંદરની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું. અહેવાલ અનુસાર CPS ટીમે તિહાર હેલની પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

કેદીઓ માટે અલગથી એન્ક્લેવ બનાવવામાં આવશે

અહેવાલ મુજબ ભારતીય અધિકારીઓએ CPSની ટીમને એવી પણ ખાતરી આપી હતી કે જો જરૂરી જણાય તો તિહાર જેલ સંકુલમાં પ્રત્યાર્પણ કરનારા હાઈ-પ્રોફાઇલ કેદીઓ માટે અલગથી એક “એન્ક્લેવ” પણ બનાવવામાં આવશે. જેથી આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તેમની ચોક્કસ જરૂરિયાતો પૂરી થઇ શકે અને તેમને કોઈ જોખમ ન રહે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય(MHA) દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, બ્રિટનની CPSની ટીમ સાથે ગૃહ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતાં. હાલ, યુકેની અદાલતોમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો…વિજય માલ્યા, નીરવ મોદીને ભારત લાવવાની તૈયારી! બ્રિટિશ ટીમે તિહાર જેલની મુલાકાત લીધી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button