ટોપ ન્યૂઝનેશનલ

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં શું તફાવત છે?

નવી દિલ્હી: આજે 75મો ગણતંત્ર દિવસ, આજે આપણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલી આપીએ જેને આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ભારતને આઝાદી અપાવી. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે 15 ઓગસ્ટ એટલે કે આપણને આઝાદી મળી એ દિવસે અને આજે તિરંગો કોણ ફરકાવે છે.

તો ચાલો આજે તમને જણાવું કે આ બન્ને અવસર પર તિરંગો કોણ અને કેવી રીતે ફરકાવે છે. તેની પાછળ એક ખાસ કારણ અને ઈતિહાસ છે. 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે જ્યારે સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે. કારણ કે પ્રજાસત્તાક દિવસ એ બંધારણ સાથે સંબંધિત દિવસ છે. જ્યારે દેશ પ્રજાસત્તાક બન્યો અને તેના વડા પ્રમુખ છે. તેથી પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવાનું કામ રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે સ્વતંત્રતા દિવસ પર દેશના વડા પ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે.


જો કે એક ઘટના એવી પણ બની હતી કે પ્રથમ ગણતંત્ર દિવસના અવસર પર દેશમાં કોઈ રાષ્ટ્રપતિ નહોતા. તેથી ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે બીજા વર્ષના ગણતંત્ર દિવસથી આ સન્માન મેળવ્યું હતું.

પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ ફરકાવવામાં આવે છે. જ્યારે સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન થાય છે. મતલબ કે ગણતંત્ર દિવસ પર ધ્વજને એક થંભની ટોચ પર બાંધવામાં આવે છે. જેને પ્રમુખ તાર ખેંચીને ફરકાવે છે. જ્યારે સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન થાય છે. એટલે કે ધ્વજને થંભની નીચેની કાઢી પરથી દોરીથીન ખેંચીને ઉપર લવવામાં આવે છે. તેને ધ્વજવંદન કહેવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button