આપણું ગુજરાતનેશનલસુરતસ્પેશિયલ ફિચર્સ

સુરત નજીક અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છૂટા પડ્યા, મુસાફરો અટવાયા

અમદાવાદઃ દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી
અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી
ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker