ઇન્ટરનેશનલનેશનલ

IND vs NZ: ન્યુઝીલેન્ડના પીએમ લક્સને કર્યો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની હારનો ઉલ્લેખ, કહી આ વાત

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની થયેલી હારનો ઉલ્લેખ(IND vs NZ)ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત મુલાકાત દરમ્યાન કર્યો હતો. તેમજ વાતચીત દરમિયાન ન્યુઝીલેન્ડની હારનો ઉલ્લેખ ન કરવા બદલ તેઓ પીએમ મોદીનો આભાર માનવા માંગે છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન રવિવારથી પાંચ દિવસની ભારત મુલાકાતે છે. આ વાત તેમણે સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડે ભારતીયોને આપ્યો આંચકો! વિઝા ફી વધી, જાણો શું છે કારણ?

પીએમ મોદી સહિત તમામ લોકો હસી પડયા

ભારત મુલાકાત દરમ્યાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આર્થિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેની બાદ સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ન્યુઝીલેન્ડના પીએમ લક્સને કહ્યું કે હું ખરેખર પ્રશંસા કરું છું કે પીએમ મોદીએ ભારત સામે ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારનો મુદ્દો ઉઠાવ્યો નહીં અને મેં ભારતમા ટેસ્ટ જીતનો મુદ્દો ઉઠાવ્યો નહીં. આ મુદ્દાને આમ જ મૂકી દઈએ આ વાત સાંભળીને પીએમ મોદી સહિત તમામ હસી પડયા હતા.

ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું

દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું અને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ભારતે 49મી ઓવરમાં જીત હાંસલ કરી હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.

રોહિત શર્માની કેપ્ટનશીપની ઇનિંગ્સ

રોહિત શર્માની કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી. તેણે 76 રન બનાવીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. આ ભારતની સાતમી ICC ટ્રોફી છે. આ પહેલા ટીમે 1983 અને 2011 ODI વર્લ્ડ કપ, 2007 અને 2024 T20 વર્લ્ડ કપ અને 2002, 2013 અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અપરાજિત રહ્યું. તેણે સતત પાંચ મેચ જીતી.

આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી હતી જ્યાં ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને 0-3થી હરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button