નેશનલ

રાંધણગૅસમાં ભાવવધારો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બૅન્ચમાર્કના ધોરણે કોમર્શિયલ રાંધણગૅસના ભાવમાં બુધવારે પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ હૉટેલ અને રેસ્ટોરાં સહિત વિવિધ સંસ્થાનોમાં વપરાતા કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં પ્રતિસિલિન્ડર રૂ. ૧૦૧.૫૦નો વધારો જાહેર કર્યો હતો જેને કારણે ૧૯ કિલોગ્રામનું કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડર રાજધાની દિલ્હીમાં પ્રતિસિલિન્ડર રૂ. ૧,૮૩૩ અને મુંબઈમાં રૂ. ૧,૭૮૫.૫૦માં મળશે.

જૅટ ઈંધણ કે ઍવિયેશન ટર્બાઈન ફ્યૂઅલ (એટીએફ)ના ભાવમાં ૫.૭૯ ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલુ વપરાશમાં ઉપયોગમાં લેવાતા ૧૪.૨ કિલોગ્રામના રાંધણગૅસના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

ઘરેલુ વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણગૅસનો ભાવ અગાઉ જેટલો જ એટલે કે પ્રતિસિલિન્ડર રૂ. ૯૦૩ જ રહેવા દેવામાં આવ્યો છે.

એટીએએફનો ભાવમાં પ્રતિકિલોલીટર રૂ. ૬,૮૫૪.૨૫નો ઘટાડો કરવામાં આવતા રાજધાની દિલ્હીમાં એટીએફનો ભાવ અગાઉના પ્રતિકિલોલિટર રૂ. ૧,૧૮,૧૯૯.૧૭થી ઘટીને રૂ. ૧,૧૧,૩૪૪. ૯૨ થઈ ગયો છે. અગાઉ ચાર વખત વધારો કરવામાં આવ્યા બાદ એટીએફના ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે.

પહેલી ઑક્ટોબરે એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર રૂ. ૫,૭૭૯.૮૪ કે ૫.૧ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

એ અગાઉ પહેલી સપ્ટેમ્બરના રોજ એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર સર્વાધિક રૂ. ૧૩,૯૧૧.૦૭ કે ૧૪.૧ ટકા, પહેલી ઑગસ્ટે પ્રતિકિલોલિટર રૂ. ૭,૭૨૮.૩૮ કે ૮.૫ ટકા અને પહેલી જુલાઈએ એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર રૂ. ૧,૪૭૬.૭૯ કે ૧.૬૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચાર વખત કરવામાં આવેલા ભાવવધારાને કારણે એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર વિક્રમજનક રૂ. ૨૯,૩૯૧.૦૮નો વધારો થયેલો જોવા મળ્યો હતો.

એટીએફના ભાવમાં જાહેર કરવામાં આવેલો આ ઘટાડો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલી ઍરલાઈન્સ પરનો બોજો ઘટાડશે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker