નેશનલ

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ જોઇ રહ્યા છો રિફંડની રાહ, જાણો કેટલા દિવસમાં એકાઉન્ટમાં જમા થશે ?

નવી દિલ્હી : દેશમાં હાલ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વખતે તેની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરવામાં આવી છે. જો કે, જો તમે છેલ્લી તારીખ સુધી ITR ફાઇલ કરવાનું ચૂકી જાઓ છો, તો તમે તેને 31 ડિસેમ્બર, 2025 સુધી દંડ અને વ્યાજ સાથે ફાઇલ કરી શકો છો.

મોટી સંખ્યામાં રિટર્ન ફાઈલિંગ

દેશભરમાં કરદાતાઓ તેમના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુલાઈ સુધીમાં 75,18,450 થી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે અને 71,11,836 રિટર્ન પણ ચકાસવામાં આવ્યા છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી, કરદાતાઓ રિફંડની આતુરતાથી રાહ જુએ છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે રિફંડના પૈસા ખાતામાં કેટલા દિવસમાં આવે છે?

આપણ વાંચો: ITR ફાઇલ કરતી વખતે આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર મોડું મળશે રિફંડ

રિફંડ કેટલા દિવસમાં આવે છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલાથી જ કહી ચૂક્યા છે કે આવકવેરા વિભાગના ઓટોમેશન અને પ્રક્રિયામાં સુધારો થયા પછી હવે 10 દિવસમાં આવકવેરા રિફંડ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે. જોકે, દરેક કેસમાં રિફંડ મેળવવાની સમય મર્યાદા અલગ અલગ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, રિફંડ થોડા દિવસોમાં પ્રક્રિયા કરવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં અઠવાડિયા લાગે છે.

આપણ વાંચો: ઓપિનિયન : તમને ક્યારેય લોટરીની ટિકિટ લાગી છે?

રિફંડ મેળવવામાં વિલંબ થવાના કારણો શું છે?

  • ITRના ઈ-વેરિફિકેશન વિના રિફંડ મળશે નહીં
  • PAN આધાર સાથે લિંક ન હોય, તો રિફંડમાં વિલંબ થઈ શકે છે.
  • TDS વિગતો ફોર્મ 26AS (ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ) સાથે મેળ ખાતી નથી
  • બેંક સ્ટેટમેન્ટમાં કોઈ ભૂલ, ખોટો એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ
  • નોટિસ અથવા ઇ-મેઇલનો જવાબ ન આપવાથી

ઈ-વેરિફિકેશન પણ જરૂરી

આ કારણોથી રિટર્ન ફરીથી તપાસવામાં આવતાં તે અટકી શકે છે અથવા રિફંડમાં વિલંબ થઈ શકે છે. તેથી માત્ર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું પૂરતું નથી. પરંતુ તેનું ઈ-વેરિફિકેશન પણ જરૂરી છે. આ આધાર પર પ્રાપ્ત ઓટીપી અને અન્ય નેટ બેંકિંગ અને અન્ય ડિજિટલ પદ્ધતિઓ દ્વારા સરળતાથી કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button