નેશનલ
ઓડિશામાં આવકવેરા ખાતાના દરોડા ૧૦ દિવસ સુધી ચાલ્યા
ભુવનેશ્ર્વર: ઓડિશામાં કૉંગ્રેસના સાંસદની માલિકીની બોધ ડિસ્ટીલરી પ્રા.લિ. કંપની પર આવકવેરા ખાતાએ પાડેલા દરોડા દરમિયાન રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી.
દસ દિવસ ચાલેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ દેશમાં અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી સર્વાધિક રોકડ રકમ હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું. ઓડિશા અને ઝારખંડમાં દરોડા પૂરા થતાં આવકવેરાની છેલ્લી બે ટૂકડી પણ કંપનીનો પરિસર છોડીને જતી રહી હતી અને તેમની સાથે સંબંધિત દસ્તાવેજો તેમ જ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંનાં ડૅટા પુરાવારૂપે લઈ ગઈ હતી. આવકવેરા ખાતાએ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ શાહૂ અને તેમના પરિવારજનો પર પણ દરોડા પાડ્યા હતા. (એજન્સી)ઉ