નેશનલ

નવા IT Bill હેઠળ ફક્ત દરોડા વખતે ડિજિટલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કરાશે તપાસ…

નવી દિલ્હીઃ નવા આવકવેરા બિલ હેઠળ ઇન્કમ ટેક્સ અધિકારીઓ ફક્ત દરોડા દરમિયાન જ ડિજિટલ ક્ષેત્ર અથવા કમ્પ્યુટર ડિવાઇસ સુધી ઍક્સેસ હાંસલ કરી શકશે. આ માહિતી આપતા આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આ જોગવાઈનો હેતુ સામાન્ય કરદાતાઓની ઓનલાઈન પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવાનો નથી.

Also read : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?

તેમણે કહ્યું કે જો કરદાતાનો કેસની તપાસ કરવામાં આવશે તો પણ તેની પ્રાઇવેસી જાળવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રકારની શક્તિઓ 1961ના કાયદામાં ‘પહેલેથી જ અસ્તિત્વમાં છે’ અને આ માત્ર 2025ના આવકવેરા બિલમાં પુનરાવર્તિત કરવામાં આવી છે.

અધિકારીએ કેટલાક મીડિયા અહેવાલો અને નિષ્ણાતોના દાવાને ફગાવી દીધા હતા કે ટેક્સ અધિકારીઓને કરદાતાઓના ઈમેઈલ, સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ સહિત ઈલેક્ટ્રોનિક રેકોર્ડની ઍક્સેસ મેળવવા માટે વધારાની સત્તા આપવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, “આવા સમાચારો ડર ફેલાવવા સિવાય બીજું કંઈ નથી. ટેક્સ વિભાગ કરદાતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓની જાસૂસી કરતું નથી.

Also read : AI-ચેટબોટના જમાનામાં છત્તીસગઢના નાણા પ્રધાને હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કર્યું

અધિકારીએ કહ્યું હતું કે, “આ અધિકારોનો ઉપયોગ ફક્ત સર્ચ અથવા દરોડાની કામગીરી દરમિયાન થવો જોઈએ. દરોડા દરમિયાન જ્યારે કરદાતા ડિજિટલ સ્ટોરેજ ડ્રાઈવ, ઈમેલ, ક્લાઉડ અને વોટ્સએપ અને ટેલીગ્રામ જેવા કોમ્યુનિકેશન પ્લેટફોર્મના પાસવર્ડ શેર કરવાનો ઇનકાર કરે તો દરોડા દરમિયાન પણ આવું કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button