સંસદમાં રજૂ કરાયેલા આવકવેરા બિલમાં કેટલા શબ્દો છે, ના ખબર હોય તો જાણો?
આવકવેરા બિલનો ઉદ્દેશ્ય કર જટિલતા ઘટાડવાનોઃ આવકવેરા વિભાગ
![income tax exemption benefits and tax calculation](/wp-content/uploads/2025/02/income-tax-benefits.jpg)
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું હતું. આવકવેરા વિભાગે આજે જણાવ્યું હતું કે નવું આવકવેરા બિલ 1961ના આવકવેરા કાયદા કરતાં અડધા આકારનું છે. તે મુકદ્દમા અને નવા અર્થઘટનનો અવકાશ ઘટાડીને કર નિશ્ચિતતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. લોકસભામાં રજૂ કરાયેલા નવા બિલમાં 2.6 લાખ શબ્દો છે, જે આવકવેરા કાયદામાં 5.12 લાખ શબ્દો કરતાં ઓછા છે.
આ પણ વાંચો: New Income Tax Bill 2024: લોકસભામાં રજૂ થયું નવું ઈન્કમટેક્સ બિલ, જાણો શું બદલાશે
પ્રકરણોની સંખ્યા ઘટાડીને 23 કરી
નવા બિલમાં 536 કલમોની સંખ્યા છે જ્યારે વર્તમાન કાયદામાં કલમોની સંખ્યા 819 છે. આવકવેરા વિભાગ દ્ધારા જાહેર કરાયેલા એફએક્યૂ અનુસાર, પ્રકરણોની સંખ્યા પણ 47થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આવકવેરા બિલ 2025માં 57 કોષ્ટક છે, જે હાલના કાયદામાં 18 છે અને તેમાં 1200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટીકરણ હટાવી દેવામાં આવી છે.
દસમી માર્ચ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે બિલમાં “નોંધપાત્ર ફેરફારો” કરવામાં આવ્યા છે. શબ્દોની સંખ્યા 5.12 લાખથી ઘટાડીને અડધી કરવામાં આવી છે અને કલમો 819થી ઘટાડીને 236 કરવામાં આવી છે. રજૂઆત પછી બિલને લોકસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું હતું અને 10 માર્ચ સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
શબ્દોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે
છૂટ તથા ટીડીએસ/ટીસીએસ સંબંધિત જોગવાઈઓને કોષ્ટક સ્વરૂપમાં મુકીને બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે જ્યારે બિન-લાભકારી સંસ્થાઓ માટેના પ્રકરણને સરળ ભાષામાં વ્યાપક બનાવવામાં આવ્યું છે. આના પરિણામે શબ્દોની સંખ્યા 34,547 ઘટી ગઈ છે.
સરળીકરણની ધરવામાં આવી છે કવાયત
નવા બિલના મુસદ્દામાં નવા બિલના મુસદ્દામાં કર નિશ્ચિતતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું હતું છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે “સરળીકરણ કવાયત હાથ ધરતી વખતે મુકદ્દમા અને નવી વ્યાખ્યાઓનો અવકાશ ઘટાડવાનો સભાન પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાયદામાં મહત્ત્વપૂર્ણ કરાયા છે ફેરફાર
મુખ્ય શબ્દો/વાક્યો ખાસ કરીને જ્યાં અદાલતોએ ચુકાદા આપ્યા છે ત્યાં ન્યૂનતમ સંશોધનો સાથે જાળવી રાખવામાં આવ્યા છે. અનેક વ્યાખ્યાઓની અવકાશને ઘટાડવા માટે જોગવાઇઓને સ્પષ્ટ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય કરવેરાના વિવિધ વિભાગોના સંદર્ભમાં કર નિશ્ચિતતા સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે જ્યારે બિલમાં કોઈ પ્રમુખ નીતિ-સંબંધિત ફેરફારો” અથવા કર દરોમાં ફેરફાર કરવામાં આવ્યા નથી ત્યારે હાલના કાયદામાં “મહત્વપૂર્ણ” ફેરફારો સૂચવવામાં આવી રહ્યા છે.
બિલમાં પગાર સંબંધિત જોગવાઈઓને એક જ જગ્યાએ એકીકૃત કરવામાં આવી છે જેથી કરદાતાને આવકનું રિટર્ન ફાઇલ કરવા માટે અલગ પ્રકરણોનો સંદર્ભ ન લેવો પડે. ગ્રેચ્યુઇટી, લીવ એન્કેશમેન્ટ, પેન્શનનું રૂપાંતર, વીઆરએસ પર વળતર અને છટણીના વળતર જેવી કપાત હવે પગાર પ્રકરણનો જ ભાગ છે.