નેશનલ

ક્રિકેટનો ૨૦૨૮ના ઓલિમ્પિકમાં સમાવેશ

મુંબઈ: ૨૦૨૮નાં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશની ઔપચારિક જાહેરાત સોમવારે કરવામાં આવી હતી.

ઓલિમ્પિકમાં ક્રિકેટ ટી-૨૦ ફોર્મેટમાં રમાશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) દ્વારા તેના ૧૪૧માં સત્ર દરમિયાન ક્રિકેટ ઉપરાંત, અન્ય રમતોમાં સ્ક્વોશ, બેઝબોલ/સોફ્ટબોલ, લેક્રોસ અને ફ્લેગ ફૂટબોલનો સમાવેશ કરવાને મંજૂરી આપવામાં આવી છે.

આયોજક સમિતિ દ્વારા ભલામણ કરાયેલી પાંચ રમતોનો સમાવેશ કરવાની દરખાસ્તનો ૯૯ સભ્યમાંથી માત્ર બે સભ્યએ વિરોધ કર્યો હતો.

વર્ષોના વિરોધ પછી પોતાની સ્વાયત્તતા પર ખતરો હોવાનો ભય છોડીને ૨૦૨૧માં બીસીસીઆઇએ ક્રિકેટના સમાવેશને સમર્થન આપવા માટે તેનું વલણ બદલ્યું હતું.
આઇઓસીના પ્રમુખ થોમસ બેચે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિશ્વભરમાં અંદાજિત અઢી અબજ ચાહકો સાથે વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમતનું સ્વાગત કરવા માટે અમે રોમાંચિત છીએ.

ઈટાલીના ઓલિમ્પિક ચેમ્પિયન શૂટર નિકોલો કેમ્પ્રીઆનીએ કહ્યું કે અહીં મારો મિત્ર વિરાટ (કોહલી) સોશિયલ મીડિયા પર ૩૪૦ મિલિયન ફોલોઅર્સ સાથે વિશ્વનો ત્રીજો સૌથી વધુ ફોલો કરવામાં આવતો એથ્લેટ છે. તે લે બ્રોન જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઇગર વુડ્સના સંયુક્ત કરતાં વધુ છે.

આ પહેલા માત્ર એક જ વખત ૧૯૦૦માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી, એમાં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ સોમવારે કહ્યું હતું કે ક્રિકેટપ્રેમી રાષ્ટ્ર તરીકે ભારત ક્રિકેટના સમાવેશનું સ્વાગત કરે છે. જે આ “વન્ડરફૂલ સ્પોર્ટની વધી રહેલી વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિયતાનો પડઘો પાડે છે. મોદીએ કહ્યું કે બેઝબોલ-સોફ્ટબોલ, ક્રિકેટ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોઝ અને સ્કવૉશ ઓલિમ્પિકમાં સમાવેશ થશે તે જાણી અત્યંત આનંદ થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા