ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

ભારતીય રેસલિંગ ફેડરેશનને મળ્યા નવા અધ્યક્ષ, BJP સાંસદ બ્રિજભૂષણ સિંહનો દબદબો કાયમ

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સંજય સિંહ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાન સામે હરીફાઈ કરી રહ્યા હતા. તેને બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો ટેકો હતો.

સંજય સિંહ 2008માં વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2009માં જ્યારે ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનની રચના કરવામાં આવી ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પ્રદેશ પ્રમુખ અને સંજય સિંહ ઉપપ્રમુખ બન્યા હતા. સંજય સિંહની જીત પર બ્રિજભૂષણ શરણ સિંહના ઘરે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ચૂંટણી જીત્યા બાદ સંજય સિંહે કહ્યું હતું કે હવે રાષ્ટ્રીય શિબિરો (કુસ્તી માટે)નું આયોજન કરવામાં આવશે. જે રાજનીતિ કરવા ઈચ્છે છે તે રાજનીતિ કરી શકે છે, જેને કુસ્તી કરવી છે તે કુસ્તી કરશે.


બ્રિજ ભૂષણ સિંહના જમાઈ વિશાલ સિંહે પરિણામ પછી કહ્યું કે અમારી આખી પેનલ જીતી ગઈ છે. તેમણે કહ્યું, “અમારી તમામ પેનલો જીતી ગઈ છે. દરેક વ્યક્તિ સારી બહુમતીથી જીત્યું છે. મતગણતરી ચાલી રહી છે તેથી સત્તાવાર આંકડા ટૂંક સમયમાં આવશે. છેલ્લા કેટલાક સમય માં રેસલિંગને નુકસાન થયું છે. અમારા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી શક્યા હોત, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે કંઈ પણ થયું તેના કારણે અસર થઈ છે.


આજે સવારે જ સંજય સિંહની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે, 11 મહિના પછી ચૂંટણી થઈ રહી છે. જ્યાં સુધી સંજયનો સવાલ છે, તેઓ જૂના ફેડરેશનના પ્રતિનિધિ ગણી શકાય. ચૂંટણીમાં સંજય સિંહની જીત નિશ્ચિત છે.


ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોઘ કરી રહેલા ખએલાડીઓ કેન્દ્રીય ખેલ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરને પણ મળ્યા હતા. ત્યાર બાદ દિલ્હી પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી હતી.


WFI માં ચૂંટણીની પ્રક્રિયા જુલાઈમાં જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ મામલો કોર્ટમાં જવાને કારણે તેમાં વિલંબ થયો હતો, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા ચૂંટણી પરના પ્રતિબંધને ફગાવી દીધો હતો. ત્યાર બાદ આ ચૂંટણી યોજાઇ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…