પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીને યાદ આવ્યા બળવાખોર નેતા, આપ્યું મોટું નિવેદન
બહેરામપુર: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો કાફલો હાલ પશ્ચિમ બંગાળ પહોંચ્યો ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના વિદ્રોહી નેતાઓ ઉપર નિશાન તાક્યું હતું.
કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા તેમ જ મુંબઈમાં કૉંગ્રેસ સામે બળવો પોકારી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયેલા મિલીંદ દેવરાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે હું ઇચ્છુ છું કે હેમંત અને મિલીંદ દેવરા જેવા નેતાઓ કૉંગ્રેસ છોડીને ચાલ્યા જાય, કારણ કે તેમની વિચારધારા સાથે તે સંમત નથી.
ઉલ્લેખનીય છે કે હેમંત શર્મા 2014માં ભાજપમાં જોડાયા હતા જ્યારે મિલીંદ દેવરા ગયા જ મહિને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાયા હતા.
કૉંગ્રેસના ડિજીટલ યોદ્ધાઓને સંંબોધતા રાહુલે કહ્યું હતું કે હું એવું ઇચ્છુ છું કે હેમંત અને મિલીંદ દેવરા જેવા નેતાઓ કૉંગ્રેસ છોડીને ચાલ્યા જાય. હું તેનાથી પૂરી રીતે સંમત છું. હેમંત એક વિશેષ પ્રકારના રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે અને તે કૉંગ્રેસ પાર્ટીનું રાજકારણ નથી. તમારી જાણ ખાતર જણાવી દઇએ કે મિલિંદ દેવરા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે અને દક્ષિણ મુંબઈ વિભાગના સાંસદ પણ રહી ચૂક્યા છે.