નેશનલ

ભારતે જસ્ટિન ટ્રુડોને જે દસ ખાલિસ્તાની આતંકવાદીઓનું લિસ્ટ આપ્યું હતું તેમાં હરદીપ નિજ્જર તમામનો બોસ હતો…

નવી દિલ્હી: G-20 બાદ ભારત અને કેનેડા વચ્ચે કંઇને કંઇ નાના મોટા અણબનાવ બનતા રહ્યા છે. ત્યારે હાલમાં ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની 2018માં અમૃતસરની મુલાકાતે આવ્યા ત્યારે ભારતે તેમને 10 ખાલિસ્તાની આતંકવાદીઓના નામનું લિસ્ટ આપ્યું હતું. જેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ હતું. જેની હત્યા બાદ કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને દેશમાંથી કાઢી મૂક્યા હતા. ભારતે કેનેડા દ્વારા કરાયેલા આરોપોને ‘વાહિયાત’ અને ‘પાયા વિહોણા’ ગણાવીને ફગાવી દીધા હતા અને એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.

ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ નિજ્જરને કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે 2018માં કેનેડાને જે ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, તેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓ સહિત વિવિધ ગુનાહિત કામોમાં પણ સંડોવણી હતી. આ યાદીમાં ગુરજીત સિંહ ચીમા, ગુરપ્રીત સિંહ, હરદીપ સિંહ નિજ્જર, ગુરજિંદર સિંહ પન્નુ અને મલકિત સિંહ ઉર્ફે ફૌજી અને અન્ય બીજા ઘણા નામ પણ હતા. જો કે કેનેડાએ હજુ સુધી તેની સામે કોઈ મોટી કાર્યવાહી કરી નથી.

ગુરજીત સિંહ ચીમાઃ પંજાબના ગુરદાસપુરના જોગી ચીમાના રહેવાસી ગુરજીત સિંહ ચીમા હાલ કેનેડાના બ્રૈમ્પટનમાં રહે છે. જો કે તે અત્યારે કેનેડિયન નાગરિક છે અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના કાર્યકર અને બ્રૈમ્પટન, ટોરોન્ટોમાં ‘સિંઘ ખાલસા સેવા ક્લબ’ના સક્રિય સભ્ય છે. તે પંજાબમાં કેટલીક હત્યાઓ કરવા માટે શીખ યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે જ્યાં મિશન ચાલે છે ત્યાં ભરતી કરવામાં અને ભંડોળ પૂરું પાડવામાં સામેલ છે.

ગુરજીત સિંહઃ પંજાબના મોગાનો રહેવાસી ગુરપ્રીત સિંહ હાલમાં કેનેડાના ઓન્ટારિયોમાં રહે છે. તેઓ આંતરરાષ્ટ્રીય શીખ યુથ ફેડરેશનના કાર્યકર પણ છે. ગુરજીત સિંહ પણ ગુરજીત સિંહ ચીમાની જેમ જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રીય છે.

હરદીપ સિંહ નિજ્જરઃ જલંધરના ફિલૌરનો રહેવાસી નિજ્જર કેનેડાના સરેમાં રહેતો હતો. 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં પાર્કિંગમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તેણે 2014માં 5 સભ્યોનું મોડ્યુલ બનાવ્યું હતું અને હત્યાઓ માટે શસ્ત્રો ખરીદવા માટે ભંડોળ આપ્યું હતું.

ગુરજિન્દર સિંઘ પન્નુઃ તરનતારનના નૌશેરા પન્નુઆનનો રહેવાસી પન્નુ હવે કેનેડાના હેમિલ્ટનમાં રહે છે. ISYF કાર્યકર અને સિંહ ખાલસા સેવા ક્લબના સક્રિય સભ્ય છે. તે શીખ યુવાનોને કટ્ટરપંથી અને આતંકવાદી બનવા માટે ભંડોળ આપતો હતો.
મલકિત સિંહ ઉર્ફે ફૌજીઃ અમૃતસરના તલવંડી નાહરનો રહેવાસી મલકિત હાલ કેનેડાના સરેમાં રહે છે. તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંસ્થાનો સભ્ય છે. અને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.

પરવીકર સિંહ દુલાઈ: દુલાઈ કેનેડિયન નાગરિક છે, જે સરેમાં રહે છે. તે ISYF નો કાર્યકર પણ છે. તેણે નવેમ્બર 2015 અને નવેમ્બર 2016માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

ભગત સિંહ બ્રાર: કેનેડિયન નાગરિક છે અને પાકિસ્તાન સ્થિત લખબીર સિંહ રોડેનો પુત્ર છે. ભગત કેનેડા સ્થિત હરદીપ સિંહ નિજ્જર (KTF ચીફ) સાથે જોડાયેલા હતા. 2015માં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તે ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સામેલ હતો.

તહલ સિંહઃ તહલ ઉર્ફે તુત જલંધર જિલ્લાના પરાગપુરનો રહેવાસી છે. તે સુલિન્દર સિંહનો નજીકનો સાથી છે. તે સુલિન્દર સિંહ, ગુરજીત સિંહ ચીમા અને ગુરપ્રીત સિંહ બ્રાર સાથે મળીને પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.

સુલિન્દર સિંહઃ કેનેડાના બ્રેમ્પટનમાં રહેતો સુલિન્દર ISYF કાર્યકર્તા છે. 2016-17માં, તેણે ગુરજીત સિંહ ચીમા સાથે મળીને પંજાબ સ્થિત શીખ યુવાનોને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

હરદીપ સોહોતા: કેનેડિયન નાગરિક સોહોતા સરેનો રહેવાસી છે. તે KLF કાર્યકરો સતીન્દર પાલ સિંહ ગિલ, પરવીકર પેરી દુલાઈ, મોનિન્દર બુઆલ, બધા સરેના રહેવાસીઓ સાથે જોડાયેલા છે. તે પાકિસ્તાન પણ જાય છે અને ત્યાં આતંકવાદીઓ સાથે બેઠકો પણ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing