Kolkata રેપ અને મર્ડર કેસમાં ડૉક્ટરે પોલીસ પર લગાવ્યો ક્રાઇમ સીનમાં ચેડાંનો ગંભીર આરોપ

કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જે રાત્રે રેપ અને મર્ડરની ઘટના બની તે રાત્રે ત્યાં હાજર ડોક્ટરે પોલીસ પર ક્રાઈમ સીન સાથે ચેડાં કર્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ડોક્ટરે કહ્યું છે કે પોલીસ ખોટું બોલી રહી છે. મેડિકલ વોર્ડમાં કોઈ SOPનું પાલન કરવામાં આવ્યું ન હતું.
મેડિકલ વોર્ડમાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું
આ ઘટનાની રાત્રે ઇમરજન્સી ફરજ પરના ડૉક્ટરે મોટો આરોપ લગાવ્યો અને કહ્યું, પોલીસ ખોટું બોલી રહી છે. ઈમરજન્સી મેડિકલ વોર્ડમાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે મૃત્યુના સમય અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા વિલંબ થયો હતો. ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વાયરલ વિડિયોમાં દેખાડવામાં આવેલા લોકો ક્રાઈમ સીન સાથે સંબંધિત ન હતા. પરંતુ તેમ છતાં તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા વધી ગઈ હતી.
પારદર્શિતાની માંગ વચ્ચે આરજી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુંઃ તબીબ
ડૉક્ટરે કહ્યું, આરજી કાર મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે આંદોલન અને પારદર્શિતાની માંગ વચ્ચે તે અન્ય કોઈ મેડિકલ કૉલેજમાં થવું જોઈતું હતું. વાયરલ વીડિયોની અસંગતતા અને પોલીસની ઘેરાબંધીએ શંકા ઊભી કરી હતી કે ક્રાઇમ સીન સાથે છેડછાડ થઈ છે. આરજી કાર મેડિકલ કોલેજ ખુદ ડોક્ટરોના વિરોધનો ગઢ રહી છે. પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા.
સીબીઆઈએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી
આ દરમ્યાન સોમવારે CBIએ આરજી કાર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓમાં સંડોવણી બદલ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અન્ય ત્રણ લોકોમાં સુરક્ષા કર્મચારી અફસાર અલી અને હોસ્પિટલના વિક્રેતા બિપ્લવ સિંઘા અને સુમન હજારા છે, જેઓ હોસ્પિટલમાં વસ્તુઓ સપ્લાય કરતા હતા. સંદીપ ઘોષની ધરપકડના એક કલાકમાં જ સીબીઆઈ અધિકારીઓએ વધુ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
Also Read –