નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જ ભારત અને વિશ્વને એક નવું ફરવાનું સ્થળ આપ્યું. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અને હવે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પ્રવાસનને બળવતર કરવામાં અવ્વલ છે. ગયા વર્ષે માલદીવ્સના પ્રધાને ભારત માટે એક જ નેગેટીવ સ્ટેટમેન્ટ આપ્યું અને વડા પ્રધાન લક્ષદ્વીપ કિનારે ચાર તસવીરો ખેંચી સોશિયલ મીડિયામાં વાયરલ કરી. બસ પછી તો ભારતીય ટુરિઝમ પર લગભગ નભેલા માલદીવ્સને પરસેવો છૂટી ગયો અને પછી તો તેમણે આજીજીઓ કરવી પડી અને માફી પણ માંગવી પડી, ખૈર હાલમાં આપણે આ જ લક્ષદ્વીપની એક વિચિત્ર વાત જાણવા મળી છે.
પ્રકતિની અઢળક સુંદરતા અને સ્વર્ગ જેવા લાગતા આ પ્રવાસન સ્થળ પર વૉટરસ્પોર્ટ્સની પણ મજા માણી શકાય છે. અહીં સૉલો ટ્રીપ માટે કે પછી પરિવાર સાથે આવવું હોય તો પણ ઘણા બેસ્ટ ડેસ્ટિનેશન્સ છે, પરંતુ અહીં તમે તમારા પેટ ડૉગ સાથે નહીં આવી શકો. જી હા વફાદાર પ્રાણી તરીકે જાણીતા પ્રાણી શ્વાન અને રેપ્ટાઈલ સાંપ પર અહીં પ્રતિબંધ છે.
અહીં શ્વાન અને સાંપ પર પ્રતિબંધ
લક્ષદ્વીપ ભારતનું એકમાત્ર સ્થળ છે જ્યાં શ્વાન અને સાંપ પર પ્રતિબંધ છે. પર્યટક તરીકે પણ તમે અહીં શ્વાન લઈને આવી શકતા નથી. વાસ્તવમાં WHOએ આ સ્થળને રેબીઝ ફ્રી સ્ટેટ જાહેર કર્યું છે. આથી અહીં શ્વાન લઈ આવવાની પરવાનગી નથી.
જોકે અહીં બિલાડીઓ મોટી સંખ્યામાં છે. અહીં તમને મોટા પ્રમાણમાં બિલાડી અને ઉંદરો દેખાશે. અહીંની ગલીએ ગલીમાં બિલાડીઓ ફરતી દેખાશે અને રિસોર્ટ કે હોટેલોની બહાર પણ તમને બિલાડીઓ દેખાશે. આ કારણ પણ હોઈ શકે કે અહીં શ્વાન લાવવાની મનાઈ હોય. આ સાથે અહીં સાંપ પણ જોવા મળશે નહીં. આ ભારતનું એકમાત્ર સ્નેકફ્રી સ્ટેટ છે.
આ પણ વાંચો…પીએમ મોદી માત્ર સ્વચ્છતાની વાતો નથી કરતા, પોતે પણ નિયમો પાળે છે, જૂઓ વીડિયો…
અહીં જોવા મળશે 600 કરતા વધારે માછલીની જાત
લક્ષદ્વીપમાં લગભગ 600 જેટલી માછલીની પ્રજાતિ છે. તિતલી માછલી અહીનું રાજ્યપશુ છે. અહીં લગભગ 36 નાના-મોટા દ્વીપ આવેલા છે અને અહીંની વસતિ લગભગ 64,000 આસપાસ છે, જેમાંથી 96 ટકા વસતિ મુસ્લિમ છે. અહીંનો મુખ્ય રોજગાર માછલી અને ટૂરિઝમ છે. ઘમા દ્વીપો આસપાસ 100 જણ પણ રહેતા નથી. અહીંની રાજધાની કવારાટ્ટી છે.