દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૭૬૦ કેસ, એક્ટિવ કેસ ૪૪૨૩ પહોંચ્યા
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૭૬૦ કેસ નોંધાયા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૪૨૩ નોંધાઇ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કેરળ અને કર્ણાટકમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત થયું છે.
૨૦૨૦માં કોરોનાની શરૂઆત પછી કોરોના મહામારીમાં દર્દીઓની દૈનિક સંખ્યા લાખોમાં હતી. મહામારીની શરૂઆતથી લગભગ ચાર વર્ષમાં દેશભરમાં ૪.૫ કરોડથી વધુ લોકો કોરોના ગ્રસ્ત થયા હતા અને કોરોનાના કારણે ૫.૩ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
મંત્રાલયની વેબસાઇટ અનુસાર, આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૪.૪ કરોડથી વધુ છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ની રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉ