લ્યો બોલો ! મધ્યપ્રદેશમાં જેની બિલ્ડીંગમાં કોંગ્રેસનું કાર્યાલય ચાલતું હતું તે જ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
ભોપાલ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર પૂર્ણ થાય તે પહેલાં જ મધ્યપ્રદેશમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઈ ગઈ. બીના બેઠકના કોંગ્રેસના વિધાનસભ્ય નિર્મલા સપ્રે ભાજપમાં
આશ્ચર્યની વાત તો એ છે કે ધારાસભ્ય નિર્મલા સપ્રેની બિલ્ડીંગમાં કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલય હતું. તેઓ આ વિસ્તારમાં સભાઓ અને પ્રચારમાં પણ જતી હતી. તે એક અઠવાડિયાથી ભાજપના સંપર્કમાં પણ હતી, પરંતુ કોઈ કોંગ્રેસી આ વાત સમજી શક્યા નહોતા. સપ્રેને ભાજપમાં જોડવામાં મંત્રી ગોવિંદસિંહ રાજપૂતે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. કોંગ્રેસ કાર્યાલયનો સામાન તાત્કાલિક રીતે અન્ય સ્થળે ખસેડયો હતો. મતદાન પહેલા જ પક્ષ બદલવાના કારણે બીના વિધાનસભામાં કોંગ્રેસના બૂથ મેનેજમેન્ટને અસર થાય તેવી શક્યતાઓ છે.
મુખ્યપ્રધાન ડૉ. યાદવે સભામાં કહ્યું કે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી ટેમ્પોની સવારી બરાબર રહી જશે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બસની સવારી સમાન હતી અને હવે તે ટેમ્પોની સવારી સમકક્ષ હશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કારણે ભાજપ કૂદકે ને ભૂસકે વિકાસ કરી રહ્યું છે. 2014માં જ્યારથી કોંગ્રેસે રાહુલ ગાંધીને લોન્ચ કર્યા છે ત્યારથી કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે.