નેશનલ

હરિયાણામાં હાઈ કોર્ટે ખાનગી નોકરીઓમાં રહેવાસીઓને 75 ટકા અનામતનો કાયદો રદ કર્યો

નવી દિલ્લી: હરિયાણામાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ફરજિયાત અનામત આપવાનો વિવાદાસ્પદ કાયદો પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે.
હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ હેઠળ આ કાયદાને વર્ષ 2020માં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં મૂળ હરિયાણા રાજ્યના દરેક નાગરિકોને માસિક પગાર અથવા 30,000 રૂપિયા કરતાં ઓછા પગારવાળી ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત રાખવાની જોગવાઈ કરી હતી. આ કાયદાનો લાભ મેળવવા વ્યક્તિએ ડોમિસાઇલ સર્ટિફિકેટ રાખ્યું જરૂરી કર્યું હતું, તેથી ડોમિસાઇલની જરૂરિયાતને 15 વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે આપેલા આ નિર્ણયને કારણે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં તેનો અસર મનોહર લાલ ખટ્ટરની સરકારને મોટો ઝટકો આપશે તેવું માનવમાં આવી રહ્યું છે. હરિયાણા એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા આ કાયદાને માર્ચ 2021માં રાજ્યપાલની સંમતિ મળી હતી.
ગુરુગ્રામ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન અને અન્ય એમ્પ્લોયર સંસ્થાઓ દ્વારા હરિયાણાના આ કાયદા વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી વખતે દલીલ કરવામાં આવી હતી કે આ કાયદો એમ્પ્લોયરના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને બંધારણના સમાવિષ્ટ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતોની પણ વિરુદ્ધ છે. ત્યાર બાદ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા 2022માં આ કાયદાને સ્ટે આપવામાં આવ્યો હતો. આ મામલે હરિયાણા સરકારના અપીલ બાદ સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આ આદેશને રદ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટને આ અરજી પર ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું હતું. શુક્રવાર 17 નવેમ્બર અરજીઓ પર સુનાવણી વખતે જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને હરપ્રીત કૌર જીવનની અદાલતે આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરતાં તેને રદ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button