નેશનલ

બોલો એમપીમાં 93 ધારાસભ્ય પર ગુના નોંધાયેલા છે તો 186 છે કરોડપતિ

ગમે તેટલી ઊંચી વાતો કરે કે સાફસુથરા હોવાના દાવ કરે પણ રાજકારણમાં કાદવમાં કોઈ મેલુ થયા વિના રહેતું નથી. હાલમાં જયાં ચૂંટણીના ઢમઢમ વાગી રહ્યા છે તેવા મધ્ય પ્રદેશના ધારાસભ્યોની જે માહિતી બહાર આવી છે તે આ વાત ફરી પુરવાર કરે છે. એક અહેવાલ અનુસાર મધ્યપ્રદેશમાં વર્તમાન 230 ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા 93 વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં કોંગ્રેસના 52 ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 39 ધારાસભ્યો સામેલ છે. આ સિવાય એમપીમાં કુલ ધારાસભ્યોમાંથી 186 ધારાસભ્યો કરોડપતિ હોવાની વાત બહાર આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 230 વર્તમાન ધારાસભ્યોના ગુનાહિત, નાણાકીય અને અન્ય પૃષ્ઠભૂમિ પર આધારિત એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે.

એડીઆર રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 230 ધારાસભ્યોમાંથી 40 ટકા એટલે કે 93 ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસોમાં કેસ નોંધાયેલા છે, જ્યારે 20 ટકા એટલે કે 47 ધારાસભ્યો પર ગંભીર આરોપો છે. આ 93 ધારાસભ્યોમાંથી 52 કોંગ્રેસના અને 39 ભાજપના છે, તે મુજબ કોંગ્રેસના 97 ધારાસભ્યોમાંથી 54 ટકા એટલે કે 52 ધારાસભ્યો અને ભાજપના 129 ધારાસભ્યોમાંથી 30 ટકા એટલે કે 39 ધારાસભ્યો, બસપાના એક ધારાસભ્ય સિવાય અને અપક્ષ 3 ધારાસભ્યોમાંથી 33 ટકા એટલે કે 1 ધારાસભ્ય કલંકિત છે. આ બધા સિવાય ખાસ વાત એ છે કે આ 93 ધારાસભ્યોએ પોતે પોતાના સોગંદનામામાં સ્વીકાર્યું છે કે ગુનાહિત અને ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ADR રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે MPના 230 ધારાસભ્યોમાંથી 186 ધારાસભ્યો કરોડપતિ એટલે કે શ્રીમંત છે. એમપીમાં સમૃદ્ધ ધારાસભ્યોમાં કોંગ્રેસના કુલ 97માંથી 76 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે કુલ 129માંથી 107 ધારાસભ્યો કરોડપતિ છે. આ સિવાય જો એમપી કોંગ્રેસના સૌથી અમીર ધારાસભ્યની વાત કરીએ તો એમપી કોંગ્રેસના સૌથી અમીર ધારાસભ્ય સંજય શુક્લા છે, જેમની પાસે કુલ 139 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સાથે સંજય પાઠક એમપી ભાજપના સૌથી અમીર ધારાસભ્ય છે, તેમની કુલ સંપત્તિ 226 કરોડ રૂપિયા છે.

જોકે આ બન્ને મામલે તમામ પક્ષના ધારાસભ્યોના મત એક છે. ગુનાખોરી મામલે તેઓ કહે છે કે રાજકારણમાં અમુક સમયે ગુના નોંધાતા હોય છે આથી અમે કંઈ ગંભીર ગુનેગાર નથી અને બીજું એમ કહેવાનું છે કે કરોડપતિ અમારા કામધંધાથી થયા છીએ ને ટેક્સ પણ ભરીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button