Bahraichમાં માનવભક્ષી વરુઓનો આતંકથી લોકો ભયભીત, ફરી એક બાળક પર હુમલો કર્યો
બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ( Bahraich)જિલ્લામાં માનવભક્ષી વરુઓના આતંકથી લોકો ભયભીત છે. જેમાં ચાર વરુને પકડયા બાદ હજુ બે વરુને પકડવાના બાકી છે. ત્યારે મહસી વિસ્તારમાં ફરી એક વાર વરુએ હુમલો કરીને સાત વર્ષના બાળક પારસને ઇજા પહોંચાડી છે. આ ઘટના પારસ રાત્રે ઘરમાં ઉંધી રહ્યો હતો. વરુએ અચાનક પારસના ગળા પર પંજો માર્યો હતો. જેના લીધે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
માનવભક્ષી વરુ 5 દિવસ પછી ફરી સક્રિય
આ ઘટના પહેલા પણ મહસી વિસ્તારમાં માનવભક્ષી વરુઓ દ્વારા હુમલાની ઘટના બની છે. અત્યાર સુધીમાં વરુઓએ 8 બાળકો સહિત 9 લોકોની હત્યા કરી છે. છેલ્લા પાંચ દિવસથી તે જોવા મળ્યા ન હતા પરંતુ હવે તે ફરી સક્રિય થયા છે. આ વખતે વરુએ જંગલ પૂરવા ગામના પારસને નિશાન બનાવ્યો. ઇજાગ્રસ્ત પારસને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મહસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
માનવભક્ષી વરુનો આતંક યથાવત
મહસી વિસ્તારમાં માનવભક્ષી વરુઓનો આતંક ઘણા સમયથી ચાલી રહ્યો છે. વરુના હુમલાથી અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો તેમના બાળકો અને પ્રાણીઓની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છે અને વહીવટીતંત્ર પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. જ્યારે વનવિભાગની ટીમ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર બે વરુને પકડવા માટે ભારે જહેમત કરી રહ્યા છે.
Also Read –