નેશનલસ્પોર્ટસ

સેહવાગે ટ્વીટમાં ભાવુક થઈને લખ્યું, ‘રામ લલ્લા આ ગયે…મૈં નિ:શબ્દ હૂં…જય શ્રીરામ’

નવી દિલ્હી: અયોધ્યામાં સોમવારે રામમંદિરમાં ભવ્યોત્તમ પ્રાણપ્રતિષ્ઠા ઉજવણીથી આખો દેશ આનંદમય અને ભાવવિભોર થઈ ગયો એ સંદર્ભમાં આપણા નામાંકિત ક્રિકેટરોની ભાવનાઓનો ઉલ્લેખ પણ અચૂક થવો જોઈએ, કારણકે ક્રિકેટની રમતને આપણા દેશમાં ધર્મની જેમ પૂજવામાં આવે છે અને કેટલાક લેજન્ડરી ક્રિકેટરોને તેમના કેટલાક ચાહકોએ દિલમાં ભગવાન જેવું સ્થાન આપ્યું છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ સચિન તેન્ડુલકર અને એમએસ ધોનીને ક્રિકેટિંગ-ગૉડ માને છે. વીરેન્દર સેહવાગની ક્રિકેટર તરીકેની પ્રતિભા ભલે સચિન-ધોની જેટલી ઊંચી નહીં હોય, પણ તેની કરીઅર તો અપ્રતિમ હતી જ. એટલું જ નહીં, તે પોતાની ઍકેડેમીમાં અસંખ્ય બાળકોને ક્રિકેટની તાલીમ આપી રહ્યો છે. સોમવારના અયોધ્યાના અવિસ્મરણીય સમારોહમાં હાજરી આપવા માટે સેહવાગને પણ અનેક ક્રિકેટરો સાથે આમંત્રિત કરવામાં આવ્યો હતો. અન્ય ઇન્વાઇટીઝમાં કપિલ દેવ અને સુનીલ ગાવસકર તેમ જ સચિન, ધોની, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, અનિલ કુંબળે, રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા, વગેરેનો સમાવેશ હતો.

રામમંદિરના નિર્માણકાર્ય, રામલલાની મૂર્તિની સ્થાપના તથા એના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સહિતના પ્રકલ્પ અને કાર્યક્રમો વિશે વીરુદાદા ભાવવિભોર થઈ ગયા હતા.

સેહવાગે ટ્વિટર પર આ મુજબના ભાવ હિન્દીમાં વ્યક્ત કર્યા હતા: ‘ભાવુક હૂં આનંદિત હૂં. મર્યાદિત હૂં શરણાગત હૂં. સંતુષ્ટ હૂં નિ:શબ્દ હૂં. બસ…રામમય હૂં. સિયાવર રામચંદ્ર કી જય. રામ લલ્લા આ ગયે. સભી જિન્હોંને ઇસ કો સંભવ કિયા, બલિદાન દિયા, ઉન કા કૃતજ્ઞ હૂં. જય શ્રી રામ.’

સમારોહમાં ઉજવણી વધુ કૅમેરા ફર્યાં હતા એમાં સચિન તેન્ડુલકર, અનિલ કુંબલે, મિતાલી રાજ, સાઇના નેહવાલ પર વધુ કૅમેરા ફર્યાં હતાં.

કુંબલેએ એએનઆઇને મુલાકાતમાં કહ્યું, ‘આ ઐતિહાસિક ઇવેન્ટનો સહભાગી થવા બદલ ખૂબ આનંદિત છું અને પોતાને સદનસીબ માનું છું. પહેલી જ વાર અયોધ્યા આવ્યો છું, પણ હવે રામ ભગવાનના આશીર્વાદ મેળવવા વારંવાર આવીશ.’

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker