નેશનલ

ઇમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ગયા વર્ષે નવમી મેએ રાવલપિંડીમાં પાકિસ્તાનના લશ્કરના વડા મથક ખાતે થયેલા હુમલાને સંબંધિત કેસમાં મંગળવારે ધરપકડ કરાઇ હતી.

અગાઉ, ઇમરાન ખાનને ‘સાઇફર કેસ’માં છોડવા વૉરંટ બહાર પડાયું હતું, પરંતુ અન્ય કેસમાં તાત્કાલિક ધરપકડ કરાઇ હતી.

રાવલપિંડીની ત્રાસવાદ-વિરોધી કેસ હાથ ધરતી અદાલતે પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના સ્થાપકની સામે નવમી મેના હુમલાના કેસમાં સમન્સ પાઠવ્યું હતું, પરંતુ ઇમરાન સલામતીના કારણસર અદિયાલા જેલમાંથી વીડિયો
લિંક દ્વારા અદાલત સમક્ષ હાજર થયા હતા.

ઇમરાન ખાનની સલામતીને ધ્યાનમાં રાખીને જેલના સત્તાવાળાઓએ તેમને વીડિયો લિંક દ્વારા જ અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

ઇમરાન ખાન ભ્રષ્ટાચાર અને ‘સાઇફર’ કેસના સંબંધમાં હાલમાં જેલમાં જ છે.

પોલીસે ૭૧ વર્ષીય ઇમરાન ખાનને લશ્કરના વડા મથક પરના હુમલાના કેસમાં રિમાન્ડ પર લેવા માગણી કરી હતી, પરંતુ ત્રાસવાદ-વિરોધી કેસ હાથ ધરતી અદાલતના ન્યાયાધીશ મલિક ઐજાઝ આસિફે આ માગણી નકારી કાઢી હતી.

ન્યાયાધીશે પોલીસને ઇમરાન ખાનની પૂછપરછ જેલમાં જ કરવા આદેશ આપ્યો હતો.

સત્તાવાર ગુપ્તતા ધારા હેઠળ રચાયેલી ખાસ અદાલતે સોમવારે ઇમરાન ખાનને ‘સાઇફર’ કેસમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ અબ્દુલ હસનત ઝુલ્કારનયને ઇમરાન ખાનને છોડી દેવાનો આદેશ આપતી વખતે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન અન્ય કોઇ કેસમાં સંડોવાયેલા ન હોય તો તેમને જામીન પર છોડી દેવા જોઇએ.

ઇમરાન ખાનને એક કેસમાં મુક્ત કરવાનો આદેશ અપાયો હોવા છતાં તોશખાના અને ૧૯ કરોડ પાઉન્ડના અલ-કાદીર ટ્રસ્ટ કૌભાંડમાં જેલમાં રહેવું પડ્યું છે.

(એજન્સી)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button