UPSCના ઉમેદવારો માટે મહત્વની અપડેટ : આયોગ કરી રહ્યું છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી!
નવી દિલ્હી: દેશને આઇએએસ અને આઇપીએસ આપનારી યુપીએસસી તેની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવા જઈ રહી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ યુપીએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને ફ્રોડથી બચવા માટે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટીલીજન્સ (AI), ફેશિયક રિકોગ્નિશન જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
UPSC દ્વારા દર વર્ષે CSE એટલે સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન સહિત 14 જેટલી પરીક્ષાઓનું આયોજણ કરે છે. આ સિવાય કેન્દ્ર સરકારમાં શીર્ષ પદો પરની ભરતી પ્રક્રિયા, ઇંટરવ્યૂ યુપીએસસી દ્વારા કરવામાં આવે છે.
આવી વ્યવસ્થાઓ લાગુ કરી શકે છે UPSC:
હાલ મીડિયા અહેવાલો મુજબ યુપીએસસી આધાર બેઝ્ડ ફિંગરપ્રીન્ટ પર પણ વિચાર કરી રહ્યું છે. આ સિવાય AIના ઉપયોગ વાળા CCTV, ઓનલાઈન એડમિટ કાર્ડના QR સ્કેનરનો પણ સમાવેશ થઈ શકે છે. પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારની જગ્યાએ અન્ય કોઇ ઉમેદવાર બેસીને પરીક્ષા આપે તેવી ગેરરીતિથી બચવા માટે આયોગ દ્વારા આ પગલાઓ ઉઠાવવામાં આવી શકે છે.
આ મામલે આયોગ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જો કે વિગતો મળી રહી છે કે ટેન્ડરની શરતોમાં ખાસ જણાવાયું છે કે આ સેવા આપનારી કંપનીને પરીક્ષાના બેથી ત્રણ સપ્તાહ પહેલા જ પરીક્ષાનું સમયપત્રક, પરીક્ષા કેન્દ્રો, કેટલા ઉમેદવારો હાજર રહેશે તેવી માહિતી આપવામાં આવશે. જો કે આ તમામ ઘટનાક્રમ એ સમયે થઈ રહ્યો છે કે જ્યારે મહારાષ્ટ્રના IAS અધિકારી પૂજા ખેડકરનો વિવાદ ચાલી રહ્યો છે.
Also Read –