નેશનલ

અમેરિકામાંથી આવ્યાં મહત્વનાં સમાચાર, કરી આ મોટી જાહેરાત

ફ્લોરિડાઃ આ વર્ષે અમેરિકાના ફ્લોરિડામાં હિંદુ હેરિટેજ મહિનાની ઉજવણી કરવામાં આવશે. અમેરિકાના ફ્લોરિડાના બ્રોવર્ડ કાઉન્ટીએ હિંદુ ધર્મને વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ ગણાવીને તેના યોગદાનને સ્વીકાર્યું હતું અને આ વર્ષે નવેમ્બર મહિનાને હિંદુ હેરિટેજ મહિના તરીકે માન્યતા આપી હતી.

બ્રોવર્ડ કાઉન્ટીએ નવેમ્બર મહિનાને હિંદુ હેરિટેજ મંથ તરીકે માન્યતા આપ્યા બાદ હિંદુ ધર્મ, સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓને ઉજવવા માટે માન્યતા પ્રાપ્ત રાજ્યોની યાદીમાં ફ્લોરિડા જોડાયુ હતું, જેમાં જ્યોર્જિયા, ટેક્સાસ, ઓહિયો, મેસેચ્યુસેટ્સ, મિનિસોટા, વર્જિનિયાનો સમાવેશ થાય છે. બ્રોવર્ડ કાઉન્ટીએ હિન્દુ ધર્મ, યોગ, આયુર્વેદ, ખોરાક, સંગીત, કલા અને અન્ય યોગદાનના મહત્વને સ્વીકાર્યું હતું. બ્રોવર્ડ કાઉન્ટી, ફ્લોરિડામાં ઠરાવમાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે. 100થી વધુ દેશમાં હિંદુ ધર્મના 1.2 અબજથી વધુ અનુયાયી છે. સનાતન ધર્મ તેના આદર, સ્વતંત્રતા અને શાંતિના મૂલ્યો માટે જાણીતો છે.


આ પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે સમુદાયે યોગ, આયુર્વેદ, ધ્યાન, ખોરાક, સંગીત, કલાના ક્ષેત્રોમાં પણ યોગદાન આપ્યું છે અને તેને અમેરિકન સમાજમાં અપનાવવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હિંદુ ધર્મે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, જ્હોન ડી. રોકફેલર, હેનરી ડેવિડ થોરોથી લઈને એલ્ડોસ હક્સલી અને અન્ય ઘણા અમેરિકન બૌદ્ધિકો અને નેતાઓને પણ પ્રેરણા આપી હતી. બ્રોવર્ડ કાઉન્ટીએ જણાવ્યું હતું કે અમેરિકન હિન્દુ સમુદાયના સભ્યોએ સખત મહેનત કરી છે અને તેમના રાષ્ટ્રના જવાબદાર નાગરિક છે.


ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનો વિશ્વભરના 1 અબજથી વધુ હિન્દુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં દિવાળી ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર પાંચ હજાર વર્ષથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં છે. ફ્લોરિડામાં 50 હજારથી વધુ લોકો અને લાખો અમેરિકનો રહે છે, જેઓ દર વર્ષે આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker