Important News Alert: 31st March પહેલાં કરી લો આ કામ નહીંતર…

માર્ચ મહિનો પૂરો થવાને આરે છે અને એની સાથે સાથે જ 2023-24નું આર્થિક વર્ષ પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ સાથે જ પહેલી એપ્રિલથી શરૂ થશે 2024-25નું નવું ફાઈનાન્શિયલ યર શરૂ થઈ જશે. પરંતુ આ નવા ફેરફાર માટે સજ્જ થવા પહેલાં તમારે 31મી માર્ચ પહેલાં કેટલાક મહત્ત્વના કામ પૂરા કરવા પડશે નહીં તો તમને આર્થિક ફટકો લાગી શકે છે. આવો જોઈએ આખરે કયા છે આ કામ…
ITR Filling
ITR Filling ટેક્સ પેયર્સ માટે ખૂબ જ મહત્ત્વનું છે. તમારે તમારું આ વર્ષનું ITR Filling 31મી માર્ચ પહેલાં ભરવું પડશે અને FY 2020-21 (AY 2021-22) માટે અપડેટ કરેલું રિટર્ન પણ તમે ફાઈલ કરી શકશો. જે ટેક્સપેયર્સ આ વર્ષનું ITR Filling નથી કરી શક્યા કે તેમના રિટર્નમાં કોઈ ખોટી માહિતી અપલોડ કરવામાં આવી છે તેઓ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર જઈને અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકશે.
TDS Filling
ટેક્સપેયર્સે જાન્યુઆરી, 2024 માટે અલગ અલગ કલમ અંતર્ગત ટેક્સમાં મળનારી છૂટ માટે માર્ચ મહિનામાં જ TDS ફાઈલ કરવું પડે છે. જો કલમ 194-IA, 194-IB અને 194M હેઠળ ટેક્સ કાપવામાં આવ્યું હશે તો ચલાનની માહિતી 30મી માર્ચ પહેલાં આપવાની રહેશે.
GST
કરન્ટ GST ટેક્સપેયર્સ 31મી માર્ચ સુધી ફાઈનાન્શિયલ યર 2024-25 માટે જીએસટી રચના માટે અરજી કરી કરી શકશે. અમુક ચોક્કસ લિમિટ સુધીના ટર્નઓવર ધરાવતા એલિજેબલ પ્રોફેશનલ ટેક્સપેયર્સ આ યોજના માટે અરજી કરી શકે છે. આ માટે તેમણે CMP-02 ફોર્મ ભરવું પડશે.
ટેક્સ બચાવવા માટે ઈન્વેસ્ટમેન્ટ
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમયગાળો પણ એપ્રિલ મહિનાથી શરૂ થશે. જો તમે ફાઈનાન્શિયલ યર 2023-24 માટે જૂની ટેક્સ પ્રણાલીમાં ટેક્સ ભરવા માંગો છો તો તમે ઈન્વેસ્ટમેન્ટ પર ટેક્સમાંથી રાહત આપવાનો દાવો પણ કરી શકો છો. જો તમે આ પહેલાં ટેક્સ બચાવતી યોજનાઓમાં રોકાણ ના કર્યું હોય તો 31મી માર્ચ પહેલાં ઈન્વેસ્ટમેન્ટ કરીને તમે ટેક્સ બચાવી શકો છો.
FASTag KYC અપડેટ
FASTag યુઝર્સ માટે પણ 31મી માર્ચની તારીખ ખૂબ જ મહત્ત્વની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા FASTag KYC અપડેટ કરાવવાની સમયમર્યાદામાં વૃદ્ધિ કરવામાં આવી છે. આ પહેલાં આ માટેની તારીખ 29મી ફેબ્રુઆરી હતી અને હવે તેમાં ફેરફાર કરીને 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તમારી FASTag કંપની અનુસાર તમે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની વેબસાઈટ કે ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પોર્ટલ પર જઈને તમારા કેવાયસીની માહિતી અપડેટ કરી શકો છો. જો તમે આવું નહીં કરો તો પહેલી એપ્રિલથી તમારું ડિવાઈસ અને FASTag એકાઉન્ટ બંને અપાત્ર ગણાશે.