Driving Licenceના નિયમમાં કરાયો આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence)ના નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નિયમ આવતા મહિને એટલે કે પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે. આવો જોઈએ શું છે આ નવો ફેરફાર અને એને કારણે નાગરિકોને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે એ-
મળી રહેલી માહિતી પ્રમાણે હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી કરનારે સરકારી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટ, ડ્રાઈવિંગ સ્કૂલ્સ પણ હવે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા અને સર્ટિફિકેટ આપવા માટે માન્ય ગણાશે. આ નવા ફેરફારને કારણે જે લોકોને એમણે ટ્રેઈનિંગ આપી છે એ લોકોને તેઓ ડ્રાઈવિંગ લાઈસન્સ આપી શકાય.
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ નવા નિયમને આવતા મહિને એટલે પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે. આ પહેલાં સરકારે આની જાહેરાત એક પબ્લિક નોટિફિકેશન જારી કરીને એની માહિતી આપી હતી. સરકારના આ નવા નિયમનો એક મહત્ત્વનું પાસું એ પણ છે કે આશરે 9,00,000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર બહાર કરવામાં આવશે.
આ પણ વાંચો : આગામી 15 દિવસ સુધી Central Railwayમાં આ કારણે રહેશે ટ્રેનોના ધાંધિયા…
નિયમ અનુસાર ઓવરસ્પીડિંગ કરવા માટે 1000-2000 રૂપિયાનું ફાઈન, અને જો કોઈ અંડર એજ ડ્રાઈવિંગ કરતું જોવા મળશે તો એ માટે 25,000 રૂપિયાનું ફાઈન વસૂલવામાં આવશે. આ સિવાય ગાડીના માલિકનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રદ કરવામાં અને સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાઈસન્સ નહીં આપવામાં આવે.
સરકારે આખા દેશભરના ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર્સ માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે. એમની યોગ્યતા શું હોવી જોઈએ, સેન્ટર્સ પર કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ફેસિલિટી ચલાવવા માટે ઓછામાં ઓછી એક એકર જમીન, ડ્રાઈવિંગ સેન્ટર્સ પાસે ફો વ્હીલર વાહનો માટે વધારાની બે એકર જમીન હોવી ફરજિયાત રહેશે.
આ ઉપરાંત ડ્રાઈવિંગ લાઈસન્સ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લોકો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના સરળતાથી પહોંચી શકે. ટ્રેનર્સની વાત કરીએ તો ટ્રેનર્સનું ક્વોલિફિકેશન ઓછામાં ઓછું હાઈસ્કુલ ડિપ્લોમા તો હોવું જ જોઈએ. આ સિવાય તેમને ઓછામાં ઓછું પાંચ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ ખૂબ જ ફરજિયાત હશે.