નેશનલ

₹ ૨,૦૦૦ની નોટ જમા કરાવવા રિઝર્વ બૅન્કની મહત્ત્વની જાહેરાત

લોકોને સરળ અને સુરક્ષિત વિકલ્પ અપાયો

નવી દિલ્હી: બેંક શાખાઓમાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા અને એક્સચેન્જ કરાવવાની બન્ને સેવાઓ રિઝર્વ બૅન્કે સાતમી ઑક્ટોબરથી બંધ કરી દીધી છે, પરંતુ જે લોકો તેમની રૂ. ૨,૦૦૦ની નોટ તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવા માંગે છે તેઓ ઇન્સ્યોર્ડ પોસ્ટ દ્વારા રિઝર્વ બૅન્કની ચોક્કસ પ્રાદેશિક કચેરીઓને મોકલી શકે છે. જે લોકો રિઝર્વ બૅન્કની પ્રાદેશિક કચેરીઓથી દૂર છે તેમના માટે આ સરળ વિકલ્પ છે.

આ ઉપરાંત આરબીઆઇ લોકોને તેમના બૅન્ક ખાતામાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા કરાવવા માટે ટીએલઆર(ટ્રિપલ લોક રીસેપ્ટકલ) ફોર્મ ઓફર કરી રહી છે. આરબીઆઇના પ્રાદેશિક નિર્દેશક રોહિત પી. દાસના જણાવ્યા અનુસાર અમે ગ્રાહકોને સૌથી સરળ અને સુરક્ષિત રીતે તેમના ખાતામાં ડાયરેક્ટ ક્રેડિટ માટે ઇન્સ્યોરડ પોસ્ટ દ્વારા રૂ. ૨,૦૦૦ની નોટો મોકલવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ વિકલ્પ તેઓને ચોક્કસ શાખાઓ સુધી જવાની અને કતારમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી બચાવશે.

ટીએલઆર અને ઇન્સ્યોર્ડ પોસ્ટના બન્ને વિકલ્પો અત્યંત સુરક્ષિત છે અને આ વિકલ્પોને લઇને લોકોના મનમાં કોઇ ડર હોવો જોઇએ નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર દિલ્હી ઓફિસ તરફથી અત્યાર સુધીમાં લગભગ ૭૦૦ ટીએલઆર ફોર્મ પ્રાપ્ત થયા છે. નોંધનીય છે કે, ૧૯ મેના રોજ આરબીઆઇએ ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જાહેરાત થયા સુધીમાં ચલણમાં રહેલી ૨,૦૦૦ની નોટોમાંથી ૯૭ ટકાથી વધુ પરત આવી છે.

૮ ઓક્ટોબરથી લોકોને આરબીઆઇની ૧૯ ઓફિસમાં તેમના બેંક ખાતામાં ચલણની આપ-લે અથવા સમકક્ષ રકમ જમા કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. બેંક નોટો જમા/ એક્સચેન્જ કરતી આરબીઆઇની ૧૯ ઓફિસોમાં અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્ર્વર, ચંદીગઢ, ચેન્નઇ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઊ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૧,૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટોની નોટબંધી બાદ રૂ. ૨,૦૦૦ની નોટ રજૂ કરવામાં આવી હતી.
૨૦૦૦ રૂપિયાની ૯૭ ટકાથી વધુ બૅન્ક નૉટ બેન્કિંગ તંત્રમાં પાછી જમા થઈ ગઈ છે તેવું રિઝર્વ બૅન્કે બુધવારે કહ્યું હતું. હજુ જનતા પાસે રૂ. ૧૦,૦૦૦ કરોડ મૂલ્યની ૨૦૦૦ રૂપિયાની નોટ છે તેવું આરબીઆઈએ કહ્યું હતું.

૧૯ મે, ૨૦૨૩ તારીખે આરબીઆઈએ ૨,૦૦૦ રૂપિયાની બૅન્ક નૉટ ચલણમાંથી પાછી ખેંચી હતી.

આરબીઆઈએ એક સર્કયુલરમાં કહ્યું કે, ‘૧૯ મે, ૨૦૨૩ તારીખે રૂ. ૩.૫૬ લાખ કરોડ મૂલ્યની ૨૦૦૦ રૂપિયાની નૉટ ચલણમાં હતી. જે ૩૧મી ઑક્ટોબર ૨૦૨૩ તારીખે ઘટીને રૂપિયા ૦.૧૦ લાખ કરોડ જેટલી થઈ છે. ૧૯ મે, ૨૦૨૩ તારીખે જેટલી નૉટ હતી તેની ૯૭ ટકાથી વધુ નૉટ પાછી મળી ગઈ છે.

દેશમાંની આરબીઆઈની ૧૯ શાખાઓ પર જાહેર જનતા રૂપિયા ૨૦૦૦ની નૉટ જમા કરી શકે છે અથવા બદલી શકે છે. ઈન્ડિયા પોસ્ટની પોસ્ટ ઑફિસોમાં પણ રૂપિયા ૨૦૦૦ની નૉટ મોકલી શકાય છે તેવું આરબીઆઈએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ