નેશનલ

Loksabhaના સ્પીકર પદને લઈને મડાગાંઠ; 26 મીએ Narendra Modi રજૂ કરી શકે છે નામ

નવી દિલ્હી: દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર રચાઇ ચૂકી છે પરંતુ સરકાર માટે સ્પીકર પદની ફાળવણી લઈને હજુ પણ મડાગાંઠ જેવી સ્થિતિ યથાવત છે. જો કે આગામી 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર મળી રહ્યું છે અને આ આઠ દિવસીય વિશેષ સત્રમાં નવા સાંસદોને શપથ આપવામાં આવવાની છે અને સાથે જ 26 જૂનના રોજ સ્પીકર પદની ચૂંટણી યોજાઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પીકર પદ માટે NDAના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

જોકે હાલ મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 27 તારીખે સંસદના સંયુક્ત ગૃહને સંબોધન કરી શકે છે. 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સંસદસભ્યો હોદાની શપથ લેવાના છે અને આ બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે.

આ પણ વાંચો : અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે

લોકસભાની ચૂંટણી 2024 બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો વધવાથી લોકસભાને પણ દસ વર્ષ પછી વિરોધ પક્ષના નેતાનો લાભ મળવાનો છે. તો બીજી બાજુ વિપક્ષ પણ ડેપ્યુટી સ્પીકરના પદ માટેની આશા એવી રહ્યું છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી ઉપપ્રમુખની જગ્યા ખાલી છે અને 17મી લોકસભામાં વિપક્ષ પાસે પૂરતું સભ્યબળ ન હોવાથી સ્પીકરનું પદ ખાલી રહ્યું હતું. સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષના ફાળે જતું હોય છે. વિપક્ષનું આ બાબતે કહેવું છે કે આ માટે તેઓ સંસદમાં દબાણ બનાવશે અને ઉપાધ્યક્ષનું પદ ખાલી નહીં રહેવા દે.

રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને સંસદના પ્રથમ સત્રને લઈને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રીજીજુ, લલન સિંહ, ચિરાગ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 18મી લોકસભાના પહેલા સંસદ સત્ર અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને એનડીએ ઉમેદવારના નામ માટે ચર્ચા થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે અને ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના સાચી પક્ષોને આપવા માંગે છે. પાર્ટીના હાય કમાન્ડ દ્વારા સાથી પક્ષો અને વિપક્ષ સાથે આ મામલે સમજૂતી સાધવાની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker