ઓપરેશન સિંદૂરની અસર, આતંકી સંગઠનો પીઓકેમાંથી કરી રહ્યા છે પલાયન | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન સિંદૂરની અસર, આતંકી સંગઠનો પીઓકેમાંથી કરી રહ્યા છે પલાયન

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોમાં ભયનો માહોલ છે. ભારતના આતંકી કેમ્પો પરના હુમલા બાદ સંગઠનો તેમના કેમ્પ બદલી રહ્યા છે. જેમાં આતંકી સંગઠનો તેમના કેમ્પ પીઓકેના બદલે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સંરક્ષણ અને લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલું ભારતના ઓપરેશન સિંદૂર બાદ લેવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરથી બાદ આતંકવાદીઓમાં પીઓકેમાં રહેવાનું જોખમ લેવા માંગતા નથી.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અફઘાનિસ્તાન બોર્ડર નજીક

ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અફઘાનિસ્તાન બોર્ડર નજીક છે. તેમજ આતંકી સંગઠનો માટે આ એક સલામત સ્થળ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારની ભૌગોલિક સ્થિતી તેમને સુરક્ષિત બનાવે છે. આ વિસ્તારના પહાડી સ્થળો અને અફઘાનિસ્તાન બોર્ડર તેમના છુપાવા અને ગતિવિધીઓ માટે યોગ્ય સ્થળ છે. આ ઉપરાંત ખૈબર પખ્તુનખ્વામાં સ્થાનિક તંત્ર અને સેનાનું નિયંત્રણ ઓછું છે. જેનો ફાયદો આતંકી સંગઠનને થઈ શકે છે.

ભારતની પીઓકે પર સતત નજર વધી

ઓપરેશન સિંદૂર બાદ ભારતની પીઓકે પર સતત નજર વધી છે. જેના પગલે આતંકી સંગઠનો હવે ખૈબર પખ્તુનખ્વા તરફ જઈ રહ્યા છે. તેમજ પીઓકે તેમની માટે અસુરક્ષિત બની રહ્યું છે. તેમજ ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાન સરકાર અને સ્થાનિક સંગઠ્નોનું સમર્થન પણ છે.

જૈશ-એ-મોહમ્મદે ખૈબર પખ્તુનખ્વા ભરતી શરૂ કરી

ભારતની ગુપ્તચર એજન્સી અને સુરક્ષા એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝીયરમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આતંકી સંગઠનોનું પલાયન પાકિસ્તાન સરકારની જાણકારી અને સમર્થનથી કરવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક અધિકારીઓનો સંપૂર્ણ ટેકો મળે છે. હાલમાં જ જૈશ-એ-મોહમ્મદે ખૈબર પખ્તુનખ્વાના માનસેહરા જિલ્લાના ગઢી હબીબુલ્લાહ શહેરમાં ભરતી શરૂ કરી હતી.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર: લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે કબૂલ્યું કે ભારતીય વાયુસેનાએ ઠેકાણાઓનો સફાયો કર્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button