Tention: ગંગા-બ્રહ્મપુત્રા જેવી નદીઓ પર ખૂબ ગંભીર થઈ રહી છે climate changeની અસર
અમદાવાદઃ climate changeની ચર્ચા વૈશ્વિક સ્તરે થાય છે, પરંતુ આ સમસ્યાને જેટલી ગંભીરતાથી લેવી જોઈએ તેટલી લેવાતી નથી. ખાસ કરીને ભારત જેવા વધારે વસ્તી ધરાવતા દેશોમાં માળખાકીય વિકાસ અને લોકોની જરૂરિયાતો સંતોષવાની હોવાથી પર્યાવરણ પાછલી હરોળમાં ધકેલાઈ ગયું છે. આનું પરિણામ ખૂબ જ ગંભીર છે અને તે ધીમે ધીમે સૌ કોઈ અનુભવી રહ્યા છે. સખત ગરમી, અનિશ્ચિત ઋતુચક્ર, ખેતીપેદાશોમાં ઘટાડો અથવા ગુણવત્તામાં ઘટાડો, પાણીની તંગી, પ્રદુષણ, બીમારી જેવી અનેક સમસ્યાઓ વાતાવરણમાં જોવા મળતા અસંતુલનને લીધે ઉદ્ભવી છે.
એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાના મુખ્ય નદીના તટપ્રદેશોમાં હવામાનમા જોવા મળતા પરિવર્તનની ખતરનાક અસરો અનુભવાશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે લોકોની જીવનશૈલી અને ક્લાઈમેટ ચેન્જના કારણે લગભગ એક અબજ લોકોને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
હાઈવોટર રિવર બેસિન ગવર્નન્સ એન્ડ કોઓપરેશન HKH પ્રદેશના અહેવાલ અનુસાર આ ત્રણ નદીઓને ક્લાઈમેટ ચેન્જની અસરોને ધ્યાનમાં રાખી સુરક્ષિત રાખવાની જરૂર છે. અમે તમને જણાવી દઈએ કે, હિંદુ કુશ હિમાલય (HKH) દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના ભાગો માટે તાજા પાણીનો સ્ત્રોત છે. તેમના બરફ, ગ્લેશિયર્સ અને વરસાદમાંથી ઉત્પન્ન થતા પાણી એશિયાની 10 સૌથી મોટી નદીઓ ભરે છે. આ ગંગા નદી ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને અવૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિને લીધે જોખમમાં આવી ગઈ છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગટર અને ઔદ્યોગિક કચરો પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે જોખમ ઊભું કરે છે. આ માનવજાત પ્રવૃત્તિઓની સાથે, આબોહવા પરિવર્તનની અસરો હાલના પડકારોને વધારી રહી છે. અહેવાલમાં પૂર અને દુષ્કાળ બન્ને ખતરારૂપ હોવાનું કહેવામાં આવે છે.
એ જ રીતે, જો આપણે સિંધુ નદી વિશે વાત કરીએ, તો તે પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને ચીનના 268 મિલિયન લોકોના અસ્તિત્વ સાથે આ નદી જોડાયેલી છે. જો કે, હવામાન પરિવર્તનને કારણે તે સારી સ્થિતિમાં નથી. વધતું તાપમાન અને અનિયમિત ચોમાસું તેને સંકટ તરફ ધકેલી રહ્યું છે.
હિમનદી પીગળવાના દરમાં વધારો થવાની ધારણા છે, જે સમગ્ર પ્રદેશમાં પાણીની અછત ઊભી કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં બેસિનમાં કોઈ મોટા પાણીના ડાયવર્ઝન નથી, પરંતુ અપસ્ટ્રીમ ડેમનું નિર્માણ અને આબોહવા પરિવર્તનના અનુમાનને કારણે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં સુકા મોસમના પ્રવાહમાં ઘટાડો થવાની સંભાવના છે, જે લાખો જીવનને અસર કરશે.
દેશમાં મોદી સરકારે ખાસ મંત્રાલય બનાવી ગંગા નદીની સફાઈ અને સંવર્ધન પાછળ કરોડો ખર્ચ્યા છે, પરંતુ જો નદીનું સ્વાસ્થ્ય જ જોખમમાં હોય તો માત્ર સફાઈ કરવાનું કામ નહીં આવે.