ટોપ ન્યૂઝનેશનલ

આ રાજ્યોમાં વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા, ગરમીથી મળશે આંશિક રાહત…

Weather Update: દેશના કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક ભાગોમાં હીટવેવ ચાલી રહ્યો છે. જ્યારે ઉત્તરના કેટલાક ભાગોમાં અત્યારે હિમવર્ષા થઈ રહીં છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી ઉત્તર-પશ્ચિમ ભારતના વરસાદ થવાની શક્યતાઓ છે. જો કે, વરસાદ થવાના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની છે. જ્યાં પણ લૂ પડવાની શક્યતાઓ હતી ત્યાં વરસાદના કારણે રાહત મળવાની છે.

Also read : હવે તમારા ઈન્ટરનેટની સ્પીડને કોઈ રોકી નહીં શકે, આવી રહ્યુ છે Jio SpaceX…

16 માર્ચથી હિમાલયી વિસ્તારમાં વરસાદ સાથે હિમવર્ષાની શક્યતાઓ

દેશના પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો, 16 માર્ચથી ઉત્તરમાં પશ્ચિમ હિમાલયી વિસ્તારમાં વરસાદ સાથે સાથે હિમવર્ષા થવાની શક્યતાઓ છે. આ સાથે 14 માર્ચ લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ-કાશ્મીર, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 13 અને 15 માર્ચની વચ્ચે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 માર્ચ સુધી પંજાબ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીનું તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે દિલ્હીમાં પણ વાદળછાયા હવામાનનું અનુમાન છે. આગાહી પ્રમાણે થોડા દિવસો પછી ત્યાં હળવા વરસાદની પણ શક્યતાઓ છે. અત્યારે દિલ્હીનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ છે, જે 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેથી ગરમીમાં પણ વધારો થવાની શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વરસાદ થવાનો છે એટલે ગરમીમાં આંશિક ઘટાડો જદોવા મળશે. જો કે, દિલ્હીમાં 15 માર્ચ સુધી ગરમીનો અહેસાસ થશે ત્યાર બાદ વરસાદના કારણે ગરમીથી રાહત મળશે.

Also read : હોળી વિશેષઃ પાક પાણી અને ચોમાસાના વર્તારા માટે પ્રાચીન પરંપરા શું કહે છે?

14 માર્ચે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વરસાદ થશે

દેશના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણામાં આજે અને કાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 માર્ચે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે હિમવર્ષાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આસામ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં પણ 16 માર્ચે ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ છે. ત્યાં હિમવર્ષા થશે એટલે પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ગરમીથી રાહત મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button