Cyclone Fengal ની અસર શરૂ, ચેન્નાઇ એરપોર્ટ બંધ, તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદ…
નવી દિલ્હી : ચક્રવાત ફેંગલે(Cyclone Fengal)તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તમિલનાડુમાં ચક્રવાત લેન્ડફોલ થતાં પૂર્વે ચાલુ રહેલા ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરીને અસર થઈ હતી. ચક્રવાત ફેંગલ આજ સાંજ સુધીમાં તમિલનાડુમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટને સાંજે 7 વાગ્યા સુધી કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. અહેવાલ છે કે ચક્રવાત આજે રાત્રે દરિયાકાંઠાને પાર કરશે.
આ પણ વાંચો : “24 કલાકમાં જ તને મારી નાખીશું” ફરી પપ્પુ યાદવને મળી જાનથી મારી નાખવાની ધમકી…
ચેન્નાઈ જતી ફ્લાઈટ્સ પ્રભાવિત
એર ઈન્ડિયાએ એક્સ પર ફ્લાઈટમાં વિલંબ અને અનેક કેન્સલેશનની માહિતી આપી છે. પોસ્ટમાં અપડેટ શેર કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ચેન્નાઈ જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરતા ઈન્ડિગોએ જણાવ્યું હતું કે હાલની હવામાન પરિસ્થિતિઓ ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, તુતીકોરિન, મદુરાઈ, હવે તિરુપતિ અને વિશાખાપટ્ટનમની ફ્લાઈટ્સને પણ અસર કરી રહ્યું છે.
નિર્ણય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો
ચેન્નાઈ એરપોર્ટના સત્તાવાર હેન્ડલે પણ માહિતી શેર કરી અને કહ્યું કે ઈન્ડિગોએ ખરાબ હવામાનને કારણે તમામ ફ્લાઈટ્સનું સંચાલન કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. પોસ્ટમાં લખ્યું છે કે, ઈન્ડિગો એરલાઈન્સે ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પરથી તેની તમામ ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે રદ કરી દીધી છે. આ નિર્ણય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ ઝડપથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે.
આ સિવાય એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઈટ્સના ડાયવર્ઝન અંગેની માહિતી પણ શેર કરવામાં આવી હતી. તેમણે માહિતી આપી કે અબુ ધાબીથી ચેન્નાઈ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ જે ચેન્નાઈ આવવાની હતી તેને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હત્યાની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃદ્ધે માંગ્યા જામીન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય
ઉપગ્રહો અને ડોપ્લર હવામાન રડારથી વોચ
ચક્રવાત ફેંગલના કારણે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. શ્રીહરિકોટામાં ભારતીય હવામાન ઉપગ્રહો અને ડોપ્લર હવામાન રડારથી પણ નજર રાખી રહ્યું છે.રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પણ સુરક્ષા વ્યવસ્થા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડશે. તમિલનાડુ સરકાર સતત દેખરેખ રાખી રહી છે અને સાવચેતીનાં પગલાં લઈ રહી છે. અહેવાલ છે કે ચક્રવાત આજે રાત્રે દરિયાકાંઠાને પાર કરશે. રાહત કાર્ય ચાલુ છે અને લોકો માટે રાહત શિબિરો બનાવવામાં આવી છે.