Monsoon 2024 : દેશમાં આગામી ત્રણ દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી
ટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024 : દેશમાં આગામી ત્રણ દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી : ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ (Monsoon 2024)જોર પકડ્યું છે અને તેથી જ દેશના વિવિધ ભાગોમાંથી વરસાદના સમાચાર સતત આવી રહ્યા છે. એક તરફ વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદી મોસમમાં ભૂસ્ખલનથી લઈને પાણી ભરાવા સુધીના અહેવાલો છે.

દિલ્હી NCRનું વાતાવરણ ખુશનુમા

દિલ્હી-NCRમાં સવારની શરૂઆત વરસાદ સાથે થઈ હતી. વરસાદને કારણે દિલ્હી NCRનું વાતાવરણ ખુશનુમા છે. રાત્રિ સુધીમાં દિલ્હી-એનસીઆરમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. જોકે, સવારથી વરસાદ શરૂ થતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

શનિવાર અને રવિવારે હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-NCRમાં શનિવાર અને રવિવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. દિવસભર વાતાવરણ ખુશનુમા રહેશે. દિવસ દરમિયાન અલગ-અલગ સ્થળોએ વચ્ચે-વચ્ચે હળવો વરસાદ જોવા મળશે. દિલ્હીમાં આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

અહીં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં 15 જુલાઈ સુધી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 14 જુલાઈ સુધી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12 જુલાઈ સુધી, પંજાબ, ઉત્તર હરિયાણામાં 13 જુલાઈ સુધી, હિમાચલ પ્રદેશમાં 13 જુલાઈ સુધી, જમ્મુમાં 15 જુલાઈ સુધી વરસાદ પડશે. પૂર્વી રાજસ્થાનમાં 13 થી 15 જુલાઈ સુધી વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે.

સંબંધિત લેખો

Back to top button