Weather update: ક્યાંક આફત તો ક્યાંક રાહત, મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ, દિલ્હી અને ઉત્તર ભારતમાં આવી હશે વરસાદની સ્થિતી

દિલ્હી: દેશના અનેક રાજ્યમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક આવી ગઇ છે. જોકે કેટલાંક રાજ્ય એવા પણ છે જ્યાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે. મધ્ય પ્રદેશના 20 વધુ જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ બાદ રાજ્યની હાલત બેકાબુ બની ગઇ છે. ગુજરાતમાં હાવમાન ખાતા દ્વારા 18મી સપ્ટેમ્બરના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19મી સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે. તેથી લોકોને સલામત અને સજાગ રહેવાનું કહેવામાં આવ્યું છે.
હવામાન ખાતા મુજબ દિલ્હી-એનસીઆરમાં સોમવારે એટલે કે 18મી સપ્ચેમ્બરના રોજ આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે અને કેટલાકં વિસ્તારોમાં હલકાથી ભારે વરસાદની શક્યતાઓ છે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યાતાઓ છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તરાખંડ, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યમાં આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતાઓ છે.
મધ્ય પ્રદેશના 20થી વધુ જિલ્લાઓમાં થનાર ધોધમાર વરસાદ લોકોની મૂશ્કેલીઓ વધારી શકે. ઉજ્જેનમાં શિપ્રા નદીનું સ્તર સતત વધી રહ્યું છે. એટલું જ નહીં પણ જોરદાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદનું પાણી લોકોના ઘર અને દૂકાનોમાં પણ ધૂસી ગયું છે. સાથે સાથે એમપી અને ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
યુપીમાં પણ વરસાદ બાદ મોસમનો મીજાજ બદલાયો છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના રોજ નોર્થ યુપીમાં મૂશળધાર વરસાદની શક્યાતાઓ છે. ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ જોરાદાર વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે. સાથે સાથે મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ તથા મેઘાલયમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે