IMD Issues Heavy Rainfall Warning In These States In India
નેશનલ

મધ્યપ્રદેશ, યુપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

જાણો દેશભરમાં હવામાનની સ્થિતિ

નવી દિલ્હીઃ ધીમે ધીમે ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે. જોકે, લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. આવી સ્થિતિમાં દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી વધી છે. ઠેકઠેકાણે પાણી ભરાવાના અને તારાજીના સમાચાર પણ આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ​​પણ દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે, જેના કારણે ઘણી જગ્યાએ હળવોથી સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, પૂર્વોત્તર ભારતના ઘણા ભાગોમાં આની અસર જોવા મળશે.


ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.


દરમિયાન મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊની વાત કરીએ તો અહીં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાઈ શકે છે

સંબંધિત લેખો

Back to top button