નેશનલ

જાણો.. હીટવેવથી ક્યારે મળશે રાહત, IMDએ બદલાતા હવામાન અંગે કરી આ આગાહી

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે ગરમી(Heat Wave)પડી રહી છે. જો કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના લીધે દેશના ઘણા ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર 2 જૂને દિલ્હી,(Delhi) ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ઝરમર વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે.

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે હળવા ઝરમર વરસાદને કારણે લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જૂને દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આ અઠવાડિયા દરમિયાન દિલ્હીમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના છે.

પૂર્વોતર બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ મુજબ, આગામી 24 કલાક દરમિયાન લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આંધ્રપ્રદેશ, કર્ણાટક, પૂર્વોતર ભારત, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ અને પૂર્વોતર બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઓડિશાના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ

આ સિવાય આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદ અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે. વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલય અને કોંકણ અને ગોવામાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર અને પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઝારખંડ,બિહાર અને ઓડિશાના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી શકે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button