
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની(Bomb Blast)ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Also Read – Breaking News: દિલ્હીમાં ફરી બે શાળાને Bombથી ઉડાવવાની ધમકી, પોલીસે…
ઘરમાં ગેરકાયદે બોમ્બ બનાવવામાં આવતો હતો
જેમાં મળતી માહિતી અનુસાર જિલેના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકોના નામ મામુન મુલ્લા, સાકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ છે. આ પૈકી મુસ્તાકિન શીખનું ઘર મહતાબ કોલોની વિસ્તારમાં છે. ખયરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરુલ સરકારનું ઘર છે. તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા.