IIT ના વિદ્યાર્થીઓની નોકરી પર ગ્રહણ: કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ પણ નોકરી વિહોણા
નવી દિલ્હી: IIT સંસ્થાઓમાં અંતિમ પ્લેસમેન્ટ પ્રક્રીયા શરુ થવાને અઠવાડીયું થઇ ગયું છે. જોકે પાછલાં વર્ષની સરખામણીમાં પ્લેસમેન્ટમાં 15થી 30 ટકાનો ઘટાડો થયો હોવાની વિગતો જાણવા મળી છે. કમ્પ્યુટર સાયન્સના કેટલાંક વિદ્યાર્થીઓને હજી પ્લેસમેન્ટ ન મળી હોય તેની ઘટના પહેલીવાર બની છે.
આવું અગાઉ ક્યારેય બન્યુ નથી. મોટી મોટી કંપનીઓ કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને તરત જ મોકો આપે છે. IITના પ્લેસમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોમાંથી આ માહિતી મળી છે. આમા દિલ્હી, મુંબઇ, કાનપૂર, મદ્રાસ, ખડગપૂર, રુરકી, ગુવાહાટી અને વારાણસી આઇઆઇટીનો સમાવેશ છે.
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ IIT સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે પ્રયાસો કરતા હોય છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાદ ભવિષ્યમાં સારા અને ઉંચા પગારની ખાતરી હોય છે. પાછલાં વર્ષે ટેક ઇન્ડસ્ટ્રી મંદીમાં હોવા છતાં આઇઆઇટીમાંથી બહુ સારું પ્લેસમેન્ટ થયું હતું.
આ વર્ષે IITના પૂર્વ વિદ્યાર્થીઓ પણ પ્લેસમેન્ટ માટે દોડાદોડ કરી રહ્યાં છે. જેના અનેક કારણો છે. કંપનીઓ ઓછી પ્લેસમેન્ટ કરી રહી છે. કેટલીક કંપનીઓ પ્લેસમેન્ટમાં સામેલ થતી નથી. તેથી કમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે ઓછી ભરતી થઇ હી છે. IIT ખડગપૂરના એક વિદ્યાર્થીએ કહ્યું કે, જે કંપીઓ પહેલાં 8 થી 10 વિદ્યાર્થીઓની ભરતી કરતી હતી તે આ વખતે એક કે બે વિદ્યાર્થીઓને જ નોકરી આપી રહી છે. કેટલીક કંપનીઓ કેમ્પસમાં આવે છે પણ પણ ભરતી કરતી નથી. પાછલાં વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓફર 30 ટકા ઓછી છે. IIT સંસ્થામાં છેલ્લી પ્લેસમેન્ટ 1 ડિસેમ્બરથી શરુ થઇ છે.