
જયપુરઃ રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરમાં યોજાયેલા આઈફા એવોર્ડને લઈ વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે આઈફાના આયોજન માટે રાજસ્થાન સરકારે 100 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાવતાં ખળભળાટ મચી ગયો હતો. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન દીયા કુમારી પણ આયોજનને સફળ બનાવવામાં લાગ્યા હતા અને ઉદ્ધાટન સમારોહમાં મંચ પર જોવા મળ્યા હતા.
Also read : પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…
લોકોના પૈસા કેમ વેડફવામાં આવી રહ્યા છે?
કૉંગ્રેસ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયા સીધા, 30 કરોડ રૂપિયા પ્રવાસન વિભાગ અને 20 કરોડ રૂપિયા રીકોના માધ્યમથી આ કાર્યક્રમમાં આપ્યા છે. ખાચરિયાવાસે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે આઈફા આયોજકોને ટિકિટ વેચાણ અને જાહેરખબરથી 2000-3000 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે તો જનતાના ટેક્સના પૈસા આમાં કેમ વેડફવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે કયા આધારે આઈફામાં 100 કરોડ આપ્યા તેનો ખુલાસો કરવો જોઈએ. રાજ્યમાં આમ આદમી ધંધા રોજગારને લઈ પરેશાન છે, ગરીબ લોકોને બે ટંક જમવાનું નથી મળતું, દવા-દારૂ મોંઘા થઈ ગયા છે. આ સ્થિતિમાં રાજ્યમાં મોટા નેતા અને અધિકારી 100 કરોડ રૂપિયા કાર્યક્રમમાં આપીને પાપ કરી રહ્યા છે. કૉંગ્રેસ નેતાની આલોચના બાદ આઈફા આયોજનને લઈ રાજ્યમાં વિવાદ ઉભો થયો છે, જોકે રાજ્ય સરકારે કૉંગ્રેસના આરોપને ફગાવી દીધા છે.
Also read : ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?
IIFA 2025 ડિજિટલ એવોર્ડ્સ વિનર્સની યાદી
બેસ્ટ નોન સ્ક્રિપ્ટેડ સીરીઝ- ફૈબુલસ લાઈવ્સ વર્સેસ બોલીવુડ વાઈવ્સ
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી સિરીઝ- યો યો હની સિંહ ફેમસ
બેસ્ટ ઓરિજિનલ સિરીઝ- કોટા ફેક્ટ્રી સીઝન 3
સપોર્ટિંગ રોલ મેલ (સિરીઝ) ફૈઝલ મલિક (પંચાયત 3)
સપોર્ટિંગ રોલ ફીમેલ(સિરીઝ)- સંજીદા શેખ (હીરામંડી: ધ ડાયમંડ બાજાર)
બેસ્ટ લીડિંગ રોલ મેલ (સિરીઝ)-જિતેન્દ્ર કુમાર (પંચાયત 3)
બેસ્ટ ડાયરેક્ટર સિરીઝ- દીપક કુમાર મિશ્રા (પંચાયત 3)
બેસ્ટ લીડિંગ રોલ ફીમેલ (સિરીઝ)- શ્રેયા ચૌધરી (બૈંડિશ બંડિત 2)
બેસ્ટ સિરીઝ- પંચાયત 3
બેસ્ટ ઓરિજિનલ ફિલ્મ- દો પત્તી
સપોર્ટિંગ રોલ મેલ (ફિલ્મ)- દીપક ડોબરિયાલ
સપોર્ટિંગ રોલ ફીમેલ (ફિલ્મ)- અનુપ્રિયા ગોયંકા (બર્લિન)
બેસ્ટ ડાયરેક્ટર (ફિલ્મ)-ઈમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
બેસ્ટ લીડિંગ રોલ ફીમેલ (ફિલ્મ)- કૃતિ સેનન (દો પત્તી)
બેસ્ટ રોલ મેલ (ફિલ્મ)- વિક્રાંત મૈસી (સેક્ટર 36)
બેસ્ટ ફિલ્મ- અમર સિંહ ચમકીલા
9 માર્ચની સાંજે રૂપેરી પડદાની ફિલ્મો માટે પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે આ એવોર્ડ ફંક્શન કાર્તિક આર્યન અને કરણ જોહર હોસ્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાન, બોબી દેઓલ, શાહિદ કપૂર, કરીના કપૂર, માધુરી દીક્ષિત સહિત અન્ય ઘણા મોટા સ્ટાર્સ હાલ IIFA 2025 માટે જયપુરમાં છે.