મતદાન નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા! જાણો આ દાવાની સચ્ચાઇ
સોશિયલ મીડિયા પર આજકાલ કંઇ પણ વાયરલ થઇ રહ્યું છે. લોકો પોતાના બિભત્સ ડાન્સ, ચેનચાળાના ફોટા, વીડિયો બધું જ લોકો વાયરલ કરતા હોય છે અને લોકો પણ તેને જોતા હોય છે. પણ મોટી સમસ્યા એ છે કે લોકો તેને સાચુ પણ માની લેતા હોય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતી દરેક વસ્તુને લોકો સાચી માની લે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરો તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઇ જશે. આ સાંભળીને ઘણા લોકો ગભરાઇ ગયા છે, કારણ કે આજે પણ ઘણા લોકો માટે 350 રૂપિયા એ બહુ મોટી રકમ છે. 350 રૂપિયા કપાવાના દાવા સાથેનું એક પેપર કટિંગ પણ વાયરલ થઇ રહ્યું છે. આપણે આ પોસ્ટનું સત્ય જાણીએ.
વોટ્સ એપ, એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પેપર કટિંગ વાયરલ થયું છે. આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી 350 રૂપિયા કપાશે. ‘ચૂંટણી પંચે તમામ બેંકોને આ આદેશનો કડકાઇથી અમલ કરવા કહ્યું છે.’ પોસ્ટમા ંએમ પણ જણાવવામા ંઆવ્યું છે કે જે લોકોના ખાતામાં 350 રૂપિયા જેટલી રકમ નથી અથવા જેમની પાસે આધાર કાર્ડ છે પણ બેંક એકાઉન્ટ નથી, એમના આધારકાર્ડ સાથે લિંક એકાઉન્ટમાંથી રિચાર્જ કરતી વખતે પૈસા કાપવામાં આવશે. એ વખતે તેમને મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરવાનું કહેવામાં આવશે. એના કરતા ઓછી રકમથી ફોન રિચાર્જ જ નહીં થાય અને આ પૈસા મતદાન નહીં કરવાના દંડ પેટે લઇ લેવાશએ.
આ દાવો તદ્દન ખોટો છે. ફેક્ટ ચેક ટીમે આ પોસ્ટનું ફેક્ટ ચેક કર્યું છે અને જણાવ્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે. ફેક્ટ ચેક ટીમે તેને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. ફેક્ટ ચેક ટીમે કહ્યું છે કે આ સમાચાર નકલી છે. ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી. જવાબદાર નાગરિક બનો, મત આપો.
दावा: लोकसभा चुनाव में जो मतदाता अपने मताधिकार का प्रयोग नहीं करेंगे, चुनाव आयोग द्वारा उनके बैंक खातों से ₹350 काट लिए जाएंगे। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2024
➡️यह दावा फर्जी है।
➡️@ECISVEEP द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।
➡️ऐसी भ्रामक खबरों को शेयर न करें। pic.twitter.com/pW2QUwYqqp
ચૂંટણી પંચે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને ગેરમાર્ગે દોરતો જણાવ્યો છે અને જણાવ્યું છે કે દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા નકલી અને ભ્રામક સંદેશાઓ વાયરલ થતા હોય છે અને લોકો આવી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા હોય છે. જો તમારી પાસે પણ આવા કોઇ સંદેશ, સમાચાર આવ્યા છે તો તમે પરેશાન નહીં થતા અને આવા સંદેશને પ્લીઝ ફોરવર્ડ નહીં કરતા.